પૃષ્ઠ:Parkamma.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૬
પરકમ્મા :
 


૬. દોતાં દૂધની ગાજતી ધારાઓ વહે છે, હાંડા ને હાંડા ભરાય છે. એનાં વલોણાંની ગોળી તો સિંહ શી ગર્જના કરે છે. વીકાનો નંદ (પુત્ર) એવી ભલી ભેંસ સમર્પે છે.

૭. સિંહના પ્રાણ લેનારી, વાણ્ય (ચીસ) પાડીને સિંહ સામી દોટ કાઢનારી એવી ભેંસ વખણાય છે. એવી દરેક લક્ષણે કર્મી (ક્રમી) ભેંસ કંટાળા ગામનો દરબાર રામ નોળ આપે છે.

રાજાને બોલતો કર્યો

ભેંસને વાંભ (સાદ) દઈને બોલાવી ખડી કરવાનાં જેમ કાવ્ય, દાતારનું દિલ કોળાવવાને જેમ કાવ્ય, તેમ અબોલ માનવીને પણ બોલતાં કરવાને કાવ્ય કામ લાગતું. આ કાવ્ય–કરામતનો નીચલો પ્રસંગ ટાંચણમાંથી નીકળે છે.

ગોંડળાના રાજવી સંગ્રામજી બહુ મૂંગા રહેતા. કેમેય ન બોલે. હમીર ધાધલે પોતાની છ આંગળીવાળી હથેળીની અંજળી વીશ અફીણની લેવરાવી તો પણ ન બોલેલ. એને બાણીદાસ કવિએ આ ગીત કહીને બોલાવ્યા—

સધ જબરા બોલ જોગંદર સગમલ !
કે કે સાધ્યો કંક કળા ?
પલટણ દલી સતારા પૂણા
[કે) ગઢ જૂનાનો થિયો ગળા ? – ૧

(આવું) જબરું વ્રત લીધું કિમ જાડા?
ભડ સાચું કહેજો સતભાણ,
દેવાહરા ! કવ્યાં અથ દેવા
(કે ના) રાજાનું ટલ્લા લેવા જદુરાણ ? – ૨

બનરાં પંખી પઢાવ્યાં બોલે,
દલમાં દૂજા નકે દગા,
કુંભા તણ પ્રાક્રમ અંગ કેવાં
(કેના) સિધ જોગારો ખેલા સગા ? –