પૃષ્ઠ:Parkamma.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
: ટાંચણનાં પાનાં
 




રાજા  જાદુવંશરા,
 ડોલરિયો દેશ,

બેરી,બુરીને બાવરી
 કુલ કંઢા ને કખ;
હોથલ હલો કચ્છડે.
(જિતે) માડુ સવાયા લખ.

વંકા કુંવર, વિકટ ભડ,
 વંકા વાછડીએ વછ,
વંકા કુંવર થીએ,
 પાણી પીએ કછ.

આમ દુહા કહીને વાર્તાની લીલાભૂમિનો ચિતાર ખડો કરવો. પછી એવા કચ્છની એક ઠકરાતનો ઠાકોર ચીંથરેહાલ વેશે, અણઓળખ્યો, કાઠિયાવાડના એક ઠાકોર માત્રા વરૂને ડાયરે આવીને બેઠો છે. એ ડાયરાને ય વર્ણવો જોઈએ ના ! માટે ડાયરો આલેખતા દુહા ટાંકવા. પહેલાં તો કસુંબા કઢાતા હોય, અને બેઠેલા વીરોને અમલના કેફ ચડતા હોય—

નગારાં ત્રંબક રડે,
હોય મરદાં હલ્લ,
શિર તૂટે ને ધડ લડે,
આયો શેણ અમલ્લ.

પછી, એવા અમલનો કેફ કરીને ધીંગાણે ન ચડી શકનાર ઢીલોઢફ આદમીની ગૃહિણીને કેવું લાગે તેનો દુહો—

જે મુખ અમલ ન ચાખિયો,
તુરી ન ખેંચ્યા તંગ,
ફટ અલૂણા સાયબા !
આપું તોં કી અંગ !

‘અલૂણા’ (મીઠા વિનાના !) કહીને એવા મરદને ફિટકાર દેતી