પૃષ્ઠ:Parkamma.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૬
પરકમ્મા :
 


કે ‘બોન, તારું બીજું કડલું આમાંથી ગોતીને પાછું લઈ લે. ને કામ પડ્યે ભાઇને બોલાવજે.’

એમ કહીને ગયો.

એ બાઈ હતી કુંડળની. એને ગીડા ભાયાતોએ દુઃખ દેવા માંડ્યું. બાઇએ એકલિયાને ખબર કહેરાવ્યા. ગયો કુંડળમાં. ૮-૯ ગીડાને માર્યા ને કહેતો ગયો ‘બેનને જીવાઈ કાઢી દજ્યો. નીકર ગીડો દીઠો નહિ મેલું.’

*

જગો ગીડો જસદણના મોટા અમલદાર. નીકળ્યા એકલિયાની વાંસે. વાંસોવાંસ એકલિયો ચડ્યો. ફરી ફરીને જગા ગીડા ઘેર ગયા. એકલિયો પણ ઠેઠ એને ઘેર પહોંચ્યો. ગીડો તરવાર છોડી, ભાલું મેલી, ઢાલિયા માથે જ્યાં બેસે છે ત્યાં પહોંચ્યો.

કે ‘જગા ગીડા ! લે બંધૂક, હું જ એકલિયો.’

બંધૂક તો શું લ્યે ! ગીડાને ઠાર માર્યો. ભાગ્યો. ‘ઓ જાય જાય ! જાય !’

*

કોટડા દરબારનું નામ રાયપર, બહાર ચારણનું મવાડું પડ્યું છે. ઘોડા બાંધ્યાં છે દશરાનો દી’. તે દી’ શુકન કરીને ચારણો ઘોડાંની સોદાગરી કરવા બહાર નીકળે. લાપશી રંધાતી હતી. ગઢવા બેઠેલા. ત્યાંથી એકલિયો નીકળ્યો.

કે ‘બા ઊતરો. ખાધા વન્યા જાય એને બ્રહ્મહત્યા !’

બેઠો સૌ ભેળો ખાવા. એમાં એક ગીડો નીકળ્યો. ભેળું ભાલું છે. દેખીને લાપસી ખાવાનું મન થઇ ગયું. ચારણોને કહે–

‘રામરામ બા.’

કે ‘ઊતરો આપા.’

કે ‘ઊતરે ક્યાં બાપ ! એકલિયાની વાંસે નીકળ્યા છયેં.’