પૃષ્ઠ:Parkamma.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
: પ્રયાણ ત્રીજું
૧૩૭
 



ઝબ એકલિયો ઊઠ્યો. ઘોડી પલાણી. પડકાર્યો : ‘હું એકલિયો. લે ભાલો !’

ચારણો આડા પડ્યા. હં ! હં ! હં.

કે ‘ગીડો તો દીઠો ન મેલું.’

કે ‘ના, આંઈ કાંઈ ન થાય.’

કે ‘બૂડી તો મારીશ.’

ભાલાની બૂડી ગીડાને મારી; બે તસુ વહી ગઈ.

*

દેવળિયે રાણીંગવાળાની ડેલીએ ગોરખો ગીડો બેઠો બેઠો એકલિયાની વાંકી બોલે. આંહીં એકલિયાનો પણ આશરો હતો. જોગાનજોગ એકલિયો એ સાંભળે. નીકળ્યો બહાર ને બોલ્યો, ‘આ લે મારી તરવાર. હું લઉં જોડો. ઊઠ, ગીડાની તરવાર ને મારો જોડો.’

ગોરખા ગીડાને ધ્રૂજ વછૂટી.

કુંપો ગીડો કાઠી. ડીલ એવું જાડું કે દોઢ હાથ ઉભારો. માથે ગાડું ય ચડી ન શકે. ઢાંઢા આંચકીને ઊભા રહે. આડસર જેવી ભુજાઓ. ભાયાણી પાલી જેવું કાંધ. ભેળો મરમલ કાઠી. ફાટીને ધુંવાડે ગયેલા. ઊંટનું પાંસળું હોય એવી તરવાર રાખેલી. બેય ચાલ્યા આવે. એકલિયો વોંકળીમાં ઘોડીને બાજરો દઇને બેઠો છે.

બેઇ અસ્વાર ચાલ્યા જાય છે, ને કૂંપો ગીડો બોલે છે. ‘ભાયડા હજી એકલિયાને ભેટ્યાં નથી ના !’

ઝબ અસવાર થાતો ને એકલિયો પાછળ પડ્યો. ‘કુંપા ગીડા ! તૈયાર છું.’ ગીડાએ ઘોડી દોટાવી મેલી. પણ એકલિયો તો પતંગિયો હતો. કર્યાં ભેળાં. આડો પડીને હાથ ઊંચા કરી મરમલ કાઠી કહે કે 'રે’વા દે.’