પૃષ્ઠ:Parkamma.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
: પ્રયાણ ત્રીજું
૧૪૯
 

 સેંજળીઆ કણબીને ઘેર સાથી રહી ખેતર ખેડતા, સાંઠીઓ સૂડતા. ટાંચણ બોલે છે એના પહેલા પરચાની કાવ્યમય વાત.

‘પોતે સાંઠીઓ સૂડવા જાય, પણ જઈને ખેતરે તો ઝાડવા હેઠે સૂઇ રહે છે એવી વાત સેંજળીઆ કણબીને કાને આવી. ગયો બપોરે ખેતરે જોવા. જુએ તો વેલો ઉંઘે છે, ને કોદાળી એકલી ખેતરમાં પોતાની જાણે સાંઠીઓ સૂડે છે !’

જગાડ્યો. પગે લાગ્યો. વેલો કહે કે ‘તેં મારી એબ જોઇ. હવે ન રહેવાય. લાવ મુસારો.’ પૈસા લઈને ચાલી નીકળ્યા, પૈસા છોકરાંને વહેંચતા ગયા.

‘મારી એબ જોઈ-હવે નહિ રહું’ લોકકથાઓનું આ પણ એક જાણીતું ‘મોટીફ’ છે; દેવપદમણી હોથલે પિયુ ઓઢા જામને વચને બાંધેલો, કે તારા ઘરમાંથી મને પ્રકટ કરીશ તે દી’ હું નહિ રહું. વચન લોપાયું, છતી કરી, ચાલી ગઇ. દેવાયત પંડિતને દેવપરી દેવલદેએ ચેતાવેલ – મારી એબ જોઈશ તે દી’ નહિ રહું. ઘરમાં બેઠી. લોકોમાં ચણભણાટ ચાલ્યો : ભગત, તમે ઘેર નથી હોતા ત્યારે ઘરમાં કોક પુરુષ આવે છે ને વાતું થાય છે. વ્હેમાયેલા પતિએ એક વાર એબ નિહાળી–

‘હાથમાં કળશ ને વયો જાય અસ્વાર,
‘મોલે સમાણાં દેવલંદ નાર.’

એમ જ ચાલ્યા ગયા સંત વેલો. જગતને પ્રબોધવા લાગ્યા. શિકારી રામડો આવીને કહે, ‘કડી બાંધો.’

‘કે બાપ, તારાં પાપને ત્યાગ, પછી બાંધું.’

શિકારનો રસિયો મનને નિગ્રહવા મથ્યો.

પણ ગામપાદરમાં જબરું એક રોઝ પ્રાણી આવ્યું. બાયડીએ ભોળવીને મોકલ્યો. નવ ગોળી મારી. ન મર્યું. ચાલ્યું ગયું. પરગામથી ગુરુનું તેડું આવ્યું. જઈને જુએ તો પથારીવશ વેલાને શરીરે નવ નવ ગોળીના જખમો નીતરે ! બોલ્યા–