પૃષ્ઠ:Parkamma.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

તમને સાચી વાત સુણાવું રે
જો રુદિયામાં રાખો તો.
તમે જો રિદિયામાં રાખો તો.
અમરત આલું ચાખો તો !

સ્વતંત્ર રચનાઓનો જન્મ

હૈડાં હેઠાં મેલીને મેં એ ટીપણી–ગીતો એકાદ પખવાડિયું સાંભળ્યા કર્યા. રુદિયામાં જ રાખે ગયો. એમાંથી જન્મ થયો–મારી સૌપહેલી સ્વતંત્ર ગીતરચનાઓનો. દીકરી ઈંદુ ખોળે રમતી હતી, છએક મહિનાનું ફૂલ, ત્યારે ત્યાં, ભાવનગરમાં ‘વેણીનાં ફૂલ’ રચાયાં—

લીલા છે મોર કાળી વાદળી રે
એક વાર ઉભાં રો’ રંગવાદળી
વરસ્યા વિણ શાને વહ્યાં જાવ રે
એક વાર ઊભાં રો’ રંગવાદળી !

એ ઋતુ-ગીત;

‘નીંદરભરી રે ગુલાલે ભરી
‘બેનીબાની આંખડી નીંદરભરી રે’

એ હાલરડું; અને

ભેટે ઝૂલે છે તલવાર
વીરાજી કેરી ભેટે ઝલે રે.

એ શૌર્ય ગીત તો રાત્રિયે સૂતા પહેલાં રચીને પ્રભાતે સ્વ. મિત્ર અમૃતલાલ દાણીની પાસે હોંશભેર લઈને દોડ્યો ગયેલો તે સાંભરે છે. એનું પ્રોત્સાહન પામીને વળતા જ દિવસે ‘શિવાજીનું હાલરડું’ બનાવ્યું. એક જ બેઠકે રચીને પછી જ ઉઠ્યો, દાણી પાસે પહોંચ્યો.

અમૃતલાલ દાણીએ લાલન કર્યું

બોટાદકરની કવિતાનું લાલન કરનાર એ અમૃતલાલ દાણી હતા. મારી આ કવિતા–કૂંપળોને પણ એ જ અમૃતલાલે અમૃતમય ઉત્સાહે સિંચી ઉઝેરી. ‘આવો આવો રે બહાદુર ઓ બહેન હિંદવાણી !’ નું મારું