પૃષ્ઠ:Parkamma.pdf/૧૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
: પ્રયાણ ત્રીજું
૧૬૭
 

 એ એક જ ગીતે મને નિહાલ કરનાર સૌરાષ્ટ્રણ બહેનનાં દર્શન અને સમાગમ તે પછી પંદર વર્ષે ‘૪૪માં અચાનક પામ્યો. એનું નામ ચલાળાના લાખાણીપુત્રી સૌ. હેમકુંવર બહેન મગનલાલ. અને બીજો પરિચય તો એ કરતાં પણ વધુ વિસ્મયકર બન્યો. મંગલમૂર્તિ વિજયાબહેન દુર્લભજી પરીખ સાથેની અમારી લેણાદેવીના આજલગીના અખૂટ રહેલ ચોપડામાં પહેલો આંકડો એક લગ્નગીતથી પડ્યો. સીધાં તો મને લખે પણ નહિ એટલાં બધાં અજાણ, તે એક ત્રીજા સ્નેહી દ્વારા ‘ચૂંદડી’ના એક ગીતની ખંડિત પંક્તિઓ પૂરી પાડી અને વિશેષ સંખ્યાબંધ ગીતો લખી મોકલ્યાં. મારો અને મુજ જેવાં અનેકનો વિસામો બનનાર વિજયાબહેન દુર્લભજીભાઇની દુનિયા જ છેક નિરાળી. આ લગ્નગીતોએ વચ્ચે સેતુબંધ સરજાવ્યો. ચલાળાવાસી ગં. સ્વ. મણિબેન પાસેથી મળ્યું અણકલ્પ્યું એક રસગીત—

લાડી ! તમને કેસરીયો બોલાવે હો રંગભીની !
ઓરાં આવો મૂજ પાસ.

પાળી ચાલું તો મારા પાહુલિયા દુઃખે,
 કેમ રે આવું વરરાજ !

મોકલાવું રે  મારાં  અવલ  વછેરાં,
બેસી આવો મુજ પાસ.

હડાળા દ. શ્રી. વાજસૂરવાળાનાં પુત્રીઓએ કાઠી લગ્નગીતો અધરાત સુધી જાગીને ગાઈ ગાઈ ઊતરાવ્યાં, મિત્ર હાથીભાઈ વાંકે એમનાં (તે વખતે મારી ઓજલ પાળતાં) પત્ની પાસે ગવરાવી નોટ ભરી મોકલ્યાં.

હમણાં જ એક અખબારમાં કવિ શ્રી નાનાલાલના કોઇક વ્યાખ્યાનનો અહેવાલ જોયો. અંદર હતું કે ,મેઘાણીને મળેલા લોકગીતો તો બહુધા બરડાની મેરાણી-દીધાં છે.’ વાત દૂષિત છે, મારાં