પૃષ્ઠ:Parkamma.pdf/૧૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૮
પરકમ્મા :
 

 ગીતદાતા માનવીઓનાં નામ તો મારા પ્રત્યેક સંગ્રહની પ્રસ્તાવનાઓમાં રજુ છે. એટલું સાચું કે શ્રીગણેશ કરાવનાર હતાં મેરાણી બહેન ઢેલી, બરડાના બગવદર ગામનાં. પણ હું ભમ્યો છું પ્રાંતપ્રાંતે. મને સાંપડેલ છે સ્થળેસ્થળના ટહુકાર. ટાંચણ-પાનાંની આ વાર્તા કહેવાનું કહી રહી છે. ખવાસણો ને કાઠીઆણીઓ, વણિક ને બ્રાહ્મણ સ્ત્રીઓ, ઝાલાવાડ, હાલાર અને ગોહિલવાડનું પ્રતિનિધિત્વ કરનારી અનેકની કનેથી હું પ્રસાદી પામ્યો છું. બલંક મને તો બૃહદ્ ગુજરાતનાં વિચિત્ર પ્રતિનિધિઓ વિલક્ષણ રીતે ભેટી ગયાં છે.

ટેકરાનાં મારવાડાં

એક તો આ ભાવનગર-વાસ વેળાની જ વાત છે. હું રહેતો તેની સામેજ નરોત્તમ ભાણજીનો બંગલો. આજે જ્યાં કબૂતરખાનાં જેવા કૂડીબંધ બ્લોક ખદબદી રહેલ છે ત્યાં ઊંચો ટેકરો હતો. ટેકરા પર થોડીક ઓરડીઓ હતી. ત્યાં રહેતાં હતાં મારવાડાં. ‘મારવાડાં’ એવા તિરસ્કારદર્શી શબ્દે ઓળખાવતાં એ હતાં પાલનપુરની ય પેલી મેરનાં વતનદાર રાજસ્થાની મજૂર લોકો. મોટે ભાગે દાણા બજારમાં અનાજ-થપ્પીઓની ભરેલ રેંકડીઓ ખેંચનારાં એ ‘મારવાડાં’ બૈરાંના ગગને આરોહતા સ્વરો રાતવેળા સંભળાતા ને ઊંઘ ઊડી જતી. સ્વરોની એ સીડી પર ચડી જતું મન જાણે કે તારાનાં ઝૂમખાં તોડવા સુધી પહોંચી જતું. સ્વરોમાં લહેરાઉં પણ શબ્દો પકડી શકું નહિ. હતાં તો પાડોશી, પણ પહોંચું શી રીતે ? એ જ ટીંબા પરની સામી ઓરડીઓમાં રહેતાં હતાં દક્ષિણામૂર્તિ ભવનનાં થોડાં શિક્ષક શિક્ષિકાઓ. તેમાંના એક હતાં કમળાબહેન. (જેણે ’૩૨ કે ’૩૩માં બોળતળાવમાં જળસમાધિ લીધી. કરણામૂર્તિ યાદ આવે છે. ચિત્ત ભ્રમિત થયેલું. મને સ્વહસ્તે રસોઈ કરી જમાડેલો એવી ચિત્તાવસ્થામાં, ને અરવિંદ ઘોષના ઉપર આરોપ કરતી વિશૃંખલિત વાતો કર્યા કરી હતી.) આ બહેનને પૂછ્યું કે આ મારવાડાંનાં ગીતો મેળવવામાં મદદ