પૃષ્ઠ:Parkamma.pdf/૧૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૦
પરકમ્મા :
 

 કરીને કહે છે કે ‘શું કરવું મહારાજ ! બધું કબૂલ કરું છું કારણ કે તમે આટલે સુધી જશો (અપવાસ કરશો) એવું નહોતું ધાર્યું.’ પાટણવાડીઓ ઘીના ડબા કાઢી આપે છે, ને અહીં સોરઠી લુંટારો શરમાઈ જઇ ઉલટાનો સૌ ભાટીઆઓને રણને સામે પહોંચાડવા જાય છે.

જેરામભાની મર્દાઇ

બાળક રતનશીએ દીઠેલ આ દૃશ્ય એક વેપારીની વીરમૂર્તિને ખડી કરે છે. વડોદરા જેવા અડીખમ રાજ્યની શસ્ત્રસજ્જ પલટનોને ભૂંજી નાખી વાઘેરો કિલ્લો સર કરી બેઠા હતા તેવા ધગતા કાળમાં એ જ વિજેતા વાઘેરોને મોઢામોઢ ગાળો ચોડતો ભાટીઓ યુવાન લધુભા મધ્યયુગની જે માટીનો બનેલો હતો તે માટી વિચારમાં નાખી દ્યે છે. પણ રતનશીભાઈની સાહેદીને સાંભળતા હજુ આગળ વધીએ—

મારા દાદા રામજીભા દ્વારકામાં જ રોકાયા, ને એના ભાઇ જેરામભા બેટ શંખોદ્ધાર ગયા. એણે વાઘેરોની વિરૂદ્ધમાં ગાયકવાડી વહીવટનો પક્ષ લીધો. સિપાહીઓને કહ્યું કે ‘તમે ખૂટશે નહિ. બેટનો કિલ્લો ન સોંપજો.’

સિપાહીઓ :–અમારે ખાવું શું ?

જેરામભા :–હું સગવડ કરી દઉં. મંદિરમાં તૂટો નથી.

પોતાનાં છોકરાને શંખનારાયણના મંદિરમાં મૂકી દઈને જેરામભા બેટનો કિલ્લો ઘેરી લેનારાં વાઘેર-દળોની વચ્ચે, કિલ્લા પર ચડી ‘ખબરદાર ! ખબરદાર !’ એવી હાક દેતા રાતે ચોકી કરે, કપાસીઆ અને તેલ સળગાવી કિલ્લા પર દીવા માંડે, કિલ્લા પર વાઘેરો ચડી શકતા નથી, વાઘેરો સમજ્યા કે જ્યાં સુધી જેરામભા છે ત્યાં સુધી કિલ્લો નહિ લઈ શકાય, માટે દ્વારકા જઈ જોધા માણેકને અને રામજીભાને તેડી લાવીએ ને જેરામભાને સમજાવી બહાર કાઢીએ.