પૃષ્ઠ:Parkamma.pdf/૨૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

વિજ્ઞાનશોધમાં જ જરૂર પડે છે તે સાહિત્યમાં નહિ ? વાણીવ્યાપાર એ શું આરામ ખુરસીની વસ્તુ છે ? એથી કદાચ ઊલટું જ છે. વાણી તેજ પકડતી નથી કરણ કે વાણીને આપણે ઘરના એકાદ શીતળ સુંવાળા ખૂણામાં મેજ કે ગાદીની જોડે ઝકડી રાખી છે. શારદાનું વાહન મોર કે હંસ છે. તે એક જ વાત આપણે વીસરી બેઠા. ગામભાગોળ સુધીનાં પર્યટનોથી મોરલા ને હંસલા સંતોષાતા નથી. મોરનાં અને હંસનાં મહોડ્ડયનોને ભૂલી જઈ હું ઝટપટ આગગાડી પકડી પાછો પળ્યો; અને ઓખામંડળથી જામનગર સુધીના એ જાડેજી બોલીના જે સંસ્કારો મને રતનશીભાએ પાયા હતા તેના પ્રતાપે ટ્રેનમાંના એક બુઢ્ઢા કાંટીઆ મુસાફરના આ બોલ મીઠા લાગ્યા:

જોગી તા હિન જુગજા, ખાય ખનૂ ને ખીર;
રાતજો ચડી સુવે પલંગ મથે, ડિંજો તા ચોવાય પીર;
હેન ઓદતજા વીર, ઉદેસી અગે વિયા !

જો ભાયેં તું જોગી થિયે, તો દિલમેં ધૂંઈ ધુપાય;
કર કાયાજી કીનરી, મીંજ તનજ્યું તંદુ પાય;
મુંજા સ્વામીડા ! સૂર વજાય, કડે ઈંદાં કાપડી.

ડુંગર મથે વીલડી, તેજાં સોભાતીલાં ફૂલ;
કોઈ કાણું કોઇ કોજડો, કોઈ માણક તુલ.