પૃષ્ઠ:Parkamma.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨
પરક્કમા :
 



‘વલી વાંઢો
‘એને નૈ ઢોર નૈ ઢાંઢો.’

***

‘બબે પુળા જેવી મૂછ્યું’

***

‘સડડડ નિસાસો નાખ્યો,’

***

‘પરભુ છાબડા માથે આવ્યો.’

કોઈક વારતાનાં જ વેરણ છેરણ હાડકાં લાગે છે. વારતાને મેં ગુમાવી છે.



દર અઠવાડીએ

પાનાં ફરે છે, ગીતો વહે છે, પેનસિલનો વેગ અને અક્ષરોના મરોડ એવો ભાસ કરાવે છે કે જાણે દોડતી ટ્રેનમાં ગીતો ટપકાવ્યાં હશે. પ્રવાસે તો દર શુક્રવારે પરોઢની ટ્રેનમાં ચડી જતો. એવું એક પરોઢ–ચાર વાગ્યાનો સમય સાંભરી આવે છે. અંધારિયું હતું. સ્ટેશને ઊભો હતો. ગાડી આવી. અને ઘેરથી પાછળ સ્વ.........દોડતી આવી. ‘આ લ્યો ઘડિયાળ : ભૂલીને આવ્યા છો !’

પૂછ્યું : અરે, આ ભયાનક અંધકારમાં તું છેક ઘેરથી આવી શી રીતે ? કહે, ચાલતી, દોડતી ! રાણપુરનો ઘરથી સ્ટેશન સુધીનો મારગ, તે વેળાએ તો આજે છે તેથી ય ભેંકાર હતો. ફાળ ખાતો ગાડીએ ચડ્યો હતો. તાજી પરણેતર, મુંબઇ શહેરની સુકુમારી, એક બાળક, બન્નેને ફફડતાં મૂકીને, નીરસ ધૂડિયા વાતાવરણમાં ધકેલી દઇને, દર અઠવાડીએ ચાલી નીકળતો.



પાંચાળનો પ્રવાસ

પાનું ફરે છે. ટપકાવ્યો છે. ‘પાંચાળનો પ્રવાસ.’ યાદ છે,