પૃષ્ઠ:Parkamma.pdf/૨૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
: પ્રયાણ ત્રીજું
૨૦૧
 


‘કડી મેલીને ઓળે આવ્યો છું : છે તો દરિયા સામાં પાણી, પણ બે દી થાક દ્યો.’

ઓધડ-માત્રો કહે : ‘રો’. અમારાં માથાં પડ્યા પછી તમે વિઠોબાના હાથમાં આવશો.’

વિઠોબાએ બાતમી મેળવી. ફોજ લઇને વિઠોબા કળમોદર ગયો. આઠ દિવસ કમળાના ડુંગર માથે ધીંગાણું રહ્યું.

છેવટે થાકેલા કાઠીએ કહ્યું: ‘મલ્હારરાવ, ભાગો.’

‘શી રીતે ભાગું ? મને તો મડદાની માફક ભોઇ ઉપાડ્યે આવશે.’ જખ્મી મલ્હારરાવે જવાબ વાળ્યો.

‘કાંઈ વાંધો નહિ. તમારો મિયાનો મોખરે, વાંસે કાઠી ને એની વાંસે ફોજ વિઠોબાની.’

વિઠોબાના સૈનિકો ઢૂકડા આવી જાય ત્યારે વારને હાકલવા ઓઘડ-માત્રો પોતે પાછા ફરે, હટાડીને પાછા મલ્હારરાવ ભેળા થઈ જાય.

થોરડી ને આદસંગ સુધી એમ ત્રણચાર ધીંગાણાં કરી કરી મલ્હારરાવને બચાવ્યા.

વિઠોબાની ભેળો ઝર ગામનો કાઠી દરબાર માણશીઓ હતો, કે જેના બાપ ભોજવાળાને વિઠોબાએ હાથીને પગે બાંધીને ચીરેલ.

માત્રાએ ચારસો ઘોડે વિંટાયેલ વિઠોબા ઉપર બરછીનો છૂટ ઘા કર્યો. વિઠોબાની કાનસૂરીએ અડીને બરછી જમીનમાં ગઈ.

એટલે તરવાર વાપરીને માત્રે જેતમાલ જમાદારને કાંડે ઘા કર્યો. માણશીઓ ઝર વાળો થડમાં જ હતો. એણે ઘા કર્યો માત્રા ઉપર. બરછી ન વાગી, પણ માત્રાએ માણશીઆને ભાળ્યોલે એટલે કહ્યું—

‘હું તારા બાપુનું વેર લઉં છું, ને તું મારે માથે ઘા કરછ ?’

આઠ દિવસ સુધી ઠેઠ ચાચઈના ડુંગર સુધી મલ્હારરાવનો બચાવ