પૃષ્ઠ:Parkamma.pdf/૨૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૨
પરકમ્મા :
 

 કરતા કરતા પહોંચાડ્યા. પછી મલ્હારરાવ ઓઘડ–માત્રાને કહે કે ‘તમે નાસી છૂટો. મને મારશે નહિ, તમને તો મારશે.’

‘અરે ના, ના, તો તો કરી કમાણી ધૂડ ને ! મારો વિચાર તો તમને બરડે ને ઠાંગે ડુંગરે લઇ જવાનો છે.’

(પછી મલ્હારરાવનું શું થયું તે વિશે ટાંચણ ચુપ રહીને આગળ ચાલે છે.)

પરીક્ષા થઈ ચૂકી

માત્રાવાળાને દીકરો નહિ. ઓઘડને બે દીકરા. ભાગતાં ભાગતાં બહારવટામાં દસ વરસ થઈ ગયાં. માત્ર કાયો. (થાક્યો.) ચામઠાંનાં પખાંમાં (પડાવમાં) કટુંબ લઇને સંતાઈ ગયાં.

ઓઘડની બાઈ બોલ્યાં : ‘આપો પેટખોટા છે. અમારું પણ નિકંદન કાઢશે !’

માત્રાએ સાંભળ્યું. એણે કહ્યું કે ‘તો હું જઇને તરવાર છોડું.’

પોતે જેતપર આવ્યા. કાઠી ડાયરાની સલાહ લીધી. ગયા અમરેલી. છડીદારે જઇને વિઠોબાને ખબર આપ્યા. : ‘સાહેબ, માત્રો નાજાણી, હાલરીઆને ધણી, આવ્યો છે તરવાર છોડવા.’

વિઠોબા બથમાં ઘાલીને મળ્યા. કહ્યું કે ‘તારા હજાર ગુના માફ. પણ હેં માત્રાવાળા ! આદસીંગ પાસે તમે મને બરછી મારી તે ઓળખીને કે ન ઓળખતાં ?’

માત્રો :– જો ઓળખ્યા હોત તો તમે જીવતા ન જાત. એવી મારત કે ઓલ્યે પડખે વેંત નીકળત.

વિઠોબા પાસે રહેનારો જેતમલ નામનો માણસ બોલ્યો, ‘સાહેબ, ઈ કાઠી કૂતરાંની જાત છે.’

માત્રો ઉભો થઈ ગયો : સાહેબ, આ રજપૂત અમને કાઠીને