પૃષ્ઠ:Parkamma.pdf/૨૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૬
પરકમ્મા :
 



એમ કહીને ભારી પર બેસે, પછી બેઉ થાકેલા ગરીબો વાતો કરે—

‘ઓ ખુદા, ઘોડા દે !’

‘પણ એકલા ઘોડામાં શું !’

‘ત્યારે ?’

‘હું માળીઆનો ઉપરી થાઉં.’

‘ને હું વડોદરાનો ઉપરી થાઉ.’

‘તો તો આપણે લડવાના.’

‘ના, કોલ દઉં છું. હું ફોજ લઇને પાછો વળી જાઉં.’

દૈવને કરવું છે તે બન્નેની માગણી ફળી. એકવાર અબુબકર વડેદરાની ફોજ લઈને માળીઆ પર આવ્યો. પરબત જેડો ફકીર-વેશે છાવણીમાં જઈ ઝાઝાં વર્ષો પર પરના કોલની યાદ આપી ઊભો રહ્યો. પરસ્પરને ઓળખ્યા. પછી અબુબકર કાંઈક બહાનું કાઢીને ફોજ ઉઠાવી પાછો ચાલ્યો ગયેલો

મેઘકંઠીલા પીંગળશીભાઇ

ટાંચણમાં એક પુનિત ખાંભી નજરે પડે છે. મારા મુર્શદ કહી શકું તેવા, ભાવનગર રાજકુળના દસોંદી સ્વ. પીંગળશી પાતાભાઇનો એ સ્મરણસ્થંભ છે. અડીખમ દેહના એ મેઘકંઠીલા ચારણનું ગરવું ગંભીર વ્યક્તિત્વ એમણે એકેય કવિતા ન રચી હોત તો પણ સોરઠી જીવનને સમૃદ્ધ કરવા બસ હતું. એમની દિલાવરી, એમનો રોટલો, એમની અજાતશત્રુતા, માથું વાઢી લેવા વાંચ્છનારને પણ ખમા કહેનારી એમની મનમોટપ, એની વાતો તો ઘણાંઘણાં હૃદયોમાં સંઘરાઈને પડી રહેશે. એમનાં પ્રભુભક્તિનાં, પ્રેમલક્ષણાયુક્ત પદો અત્યારે પણ મીરાં નરસિંહ, જીવણ આદિ સંતોની વાણીની સાથે સ્થાન મેળવી એકતારાના તાર પર ગવાઈ રહ્યાં છે. એ