પૃષ્ઠ:Parkamma.pdf/૨૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
: પ્રયાણ ત્રીજું
૨૦૭
 



ભક્તહૃદય ભડ પુરુષ સવારે બપોરે પોતાની ડેલીની ચોપાટમાં બેઠા હોય, હું જઈ ઊભો રહું, જૂની માહિતીઓ માગું તેના જવાબમાં ઘનગંભીર કંઠે ‘હા...આ... આ !’ એવો અવાજ કરી, આંખ સકોડી, યાદશક્તિને ઢંઢોળી પછી વાતો કરે, પોતાના જૂના ચોપડાના ઢગલામાંથી એમના પિતાએ લખેલ પુરાણા અક્ષરવાળાં ચારણી કાવ્યોની હસ્તપ્રત વાંચી મને ઉતરાવે, પ્રોત્સાહન આપે, પીઠ થાબડે, એ મનોમૂર્તિ નખશિખ મોજૂદ છે.

એમના પોતાના કુળની તવારીખ પૂછતાં પોતે આ રીતે વર્ણન કર્યું –

અમારા વડવા લાખણશી કવિ જેઠવા રાજકુળના દસોંદી તરીકે આવેલા તે પાટનગર છાંયામાં રહેતા. એક દિવસ એક નધણીઆતું વહાણું ઘસડાઇને છાંયાના બારામાં આવ્યું. અંદર ઈંટો ભરેલી. સૌ થોડી થોડી ઈંટો ઘેર લઈ ગયા. દરબારગઢમાં પણ એ ઇંટોથી પાણીઆરાની ચોકડી ચણાઈ. દરબારગઢમાં રોજ પગ ધોતી વખત એ ઈંટોના ચણતર પર પગ ઘસાતાં ઘસાતાં સોનું ઝબક્યું !

તમામ ઈંટો અંદરથી સોનાના લાટા હોવાનું જણાતાં જેઠવા રાણાએ બધા પાસેથી ઈટો પાછી મગાવી, લાખણસી કવિને પણ પાછી આપવા કહ્યું. લાખણસીભાએ કહ્યું કે ‘મેં તો પાણીઆરૂં ચણી લીધું છે.’

‘તોય કાઢી આપો.’

‘જેઠવો ઊઠીને પાણીઆરૂં તેડશે ? તો આ લે તારું આ ઘર.' કહીને ચાલ્યા આવ્યા પોતાના સસરાને ઘેર ગારીઆધાર.

પછી કોણ જાણે શા કારણથી લાખણશી ચારણ પોતાના સસરા સામે બહારવટે નીકળ્યા, અને સસરા ગારીઆધારના ગોહિલ ઠાકરના દસોંદી હતા એટલે એ બહારવટું ગોહિલ ઠાકોર પર પણ ચલાવ્યું.

બાપના પાપનું પ્રાયશ્ચિત

એ બહારવટામાં પોતે સુરા મોરી નામના રજપૂતના છ દીકરા