પૃષ્ઠ:Parkamma.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
: ટાંચણનાં પાનાં
૧૭
 

 ચોટદાર કલામાં ઉતારી આપે છે ! અત્યારે, લોકોના રોટલા પર ચાલી રહેલી રાજસત્તાઓની લૂંટાલૂંટને ટાણે, પાંચાળના ઠાંગનાથ મહાદેવની પાષાણ-ધાર પરનું આ પથ્થરકાવ્ય વિશિષ્ટ અર્થ ધરે છે.

રીસાળુ ને ફૂલવંતી

ઊઘડો પાનાં, અને ચોબારીનાં ખંડિયેરો પરનું ટાંચણ ઉકેલાવો—

‘ચોબારી–મૂળ દ્રુપદ શહેર.

૧ – પંચમુખી વાવ–યજ્ઞકુંડ જેવી. પણ ખોટી : પગ પર પગ ચડાવીને શેષશાયીની મૂર્તિ.

ર – ગણેશવાવ. ગણેશની ઊભી મૂર્તિઓ બે : હનુમાન.

૩ – કુવો ભોંયરાવાળો : ભોંયરાનો સંબંધ ગામમાં; ભોંયરૂ દટાઇ ગયું છે.

૪ – તળાવ-કિનારે બે દેરાં : તળાવ પર પૂલ : પૂલ પરથી જતાં અંદર દેરૂં. શેષશાયી ભગવાન : એની કેડ સુધી પાણી આવે એટલે તળાવની ઓગન (Wateroutlet) ઊઘડી જાય. અસલી દેરૂં શૈવી ઘાટનું.

૫ – ગામમાં એકલદંડીઆ મહેલનો અવશેષ : પડખેના જ ઘરમાં, ફળીમાં કોઇ રબારણ યુવતી બેઠેલી : ફૂલવંતીનું સ્મરણ.

ફૂલવંતી – અનંત ચાવડાની દીકરી. શાલિવાહનનો ‘રીસાળુ’ કુમાર રિસાઈને જંગલમાં આવ્યો. અનંત ચાવડાએ એને કન્યા ફૂલવંતી પરણાવી. પણ ફૂલવંતી આઠ-નવ જ વર્ષની. કુંવર એને બેલાડે (પોતાના ઘોડા પર પોતાની પાછળ) બેસાડીને લઈ ચાલ્યો. એકલદંડીઆ મહેલમાં રાખીને પાળે પોષે–દુધ ટોવે ને ઉછેરે; યૌવનકાળે પરણીશ : યુવતી બની : વિકાર : કચ્છનો હઠીઓ વણઝારો ઘોડેસ્વાર થઇને નીકળ્યો. બોલાવ્યો. પ્રેમ થયો : હીંડોળે હીંચકે : હીંચકતાં હીંચકતા હઠીએ તાંબુલની પિચકારી લગાવેલ : પિચકારી ઘુમ્મટમાં પડી. સાંજ પડે એટલે હઠીઓ પાછો ચાલ્યો જાય પોતાના ડેરા હતા ત્યાં. સાંજે રીસાળું કુંવર ઘેર આવ્યો. ઘોડાએ પરાયા ઘોડાની લાદ દેખી ડાણ દીધી : પિચકારીના છાંટા જોયા. પૂછ્યું – કોણે તાંબુલની પિચકારી ઠેઠ ઘુમ્મટે છાંટી ?

ફૂલવંતી :—મેં.

રીસાળુ :—કરી બતાવ.