પૃષ્ઠ:Parkamma.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨
પરકમ્મા :
 

 ઘોડીઓને ગૂડવાનો હુકમ આપે છે, આઠને ગૂડી નાખી. એક નવમી વધ કરવા ટાણે હણહણે છે. નાજા ખાચરે કહ્યું કે બસ, ‘કાળા ખુમાણ ! એનો જીવ મોળો પડ્યો છે. દુશ્મન પાસે જવા એ રાજી છે. સરક કોટિયું ગળે વીંટીને છોડી દ્યો.’


ફોડાંમાંથી કાઢ્યો

મારો ય નાનકડો અનુભવ કહું. ૧૯૨૮ના રેલસંકટમાં સૌરાષ્ટ્ર સેવા સમિતિ તરફથી મદદ વહેંચવા મને આ પાંચાલ સોંપાયો. કામ પૂરું કરીને રેશમીએથી સ્વ. કાંથડભાઈની ઘોડી લઈ ચોટીલે ટ્રેન પકડવા ચાલ્યા. ખબર હતી, ને પ્રવાસમાં અનુભવો પણ થયા હતા કે ચોમાસે પાંચાળની ભોંયમાં ‘ફોડાં’ પડી જાય છે. આ ‘ફોડાં’ દગલબાજ હોય છે. ઉપરથી ધરતી સૂકી હોય છે, પણ અંદર પગ દીધે પૃથ્વીમાં ગારદ બનાય છે. ચેતજો ! પણ રાંગમાં જ્યારે તેજીલી ઘોડી હોય છે ત્યારે માણસની–તેમાં ય પાછી જુવાન માણસની આખ્યું ઓડે જાય છે. પાંચાળના રેલમછેલા લીલા ડુંગરા, રાંગમાં પહાડ જેવડી કદાવર અને પાણીના રેલા જેવી તરવરતી ઘોડી, જુવાનીનો મદ, મીઠી ફોરમ છાંટતી ધરતી, અને રંગે રમાડતું આકાશ : એમાં ભાન ન રહ્યું. ઘોડીને પણ મારગ સોપારી રડતી જાય તેવો ટાકરીઓ લાગતો હતો. એકાએક એક ઠેકાણે ઘોડીને જાણે ધરતીએ ગળવા માંડી. ભાન આવે તે પૂર્વે તો ઘોડી સાથળ સુધી ભોંમાં ઊતરી ગઈ. મેં પાછળ આવતા ઘોડેસવાર સાથીને બૂમ પાડી, ‘હરિભાઈ, મૂવા ! તમે દૂર રહેજો ! ફોડું !’

સાંભળેલું કે આ ફોડાં એકાદ પલઘડીમાં જ માણસને ગળી જાય છે, ને માથે થોડી વાર ફક્ત બડબડીઆં જ બોલીને ખેલ ખલાસ થાય છે, કોઈ નિશાની પણ રહેતી નથી. મેં મારો ખેલ ખલાસ માન્યો .પણ એ તો પાંચાળી કાઠીઘોડલીનું જ ગજું કે સાથળ લગી ખૂત્યા પછી ય પાછી બહાર નીકળે ! મને નવો અવતાર આપનાર એ પાંચાળી ઘોડી હતી. ને એને