પૃષ્ઠ:Parkamma.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪
પરકમ્મા :
 


જેઠો ગિરનારમાં દાતારને ડુંગરે કોઢનો રોગ હરનારા પીર જમિયલને શરણે જાય છે. લોકકવિ જેઠાને કોમ–ધર્મના ભેદ નથી.

ગરવે જાયીંતો ગણ થાય, ભાગે જમની ભે;
હિન્દુ મુસલમાન હાલી નીકળ્યાં, દાતાર દર્શન દે.

દાતાર દર્શન દે તે વડી,
હિલોળાદઇયેં ગરવે ચડી.

ઊંચી સખર દાતારની, નીચે ગૌમુખી ગંગા વ્હે,
જેઠો રામનો કે’ ગરવે જાયીં તો ગણ થાય, ભાગે જમની ભે.

દાતારની ટેકરીનું ઇસ્લામ-શિખર : અને ગૌમુખી ગંગાનું હિન્દુ તીર્થોદક : બે વચ્ચે કવિ જેઠો સુમેળ જુએ છે.

કોઢ માટે કવિ જેઠાએ પ્રથમ તો વિધાતાને ખખડાવી–

વિધાતા વેરી થઈ, મારા અવળા લખ્યા લેખ;
સરા ન માની સંસારની, ને ઊલટા કીધા અલેખ.

ઊલટા કીધા અલેખ તે લેવા,
ભવેસરની બજારે ઢાલોળા દેવા

………………………મનની મનમાં રૈ.
જેઠો રામનો કે’ વિધાતા વેરી થૈ.

પણ જેઠો તો દાર્શનિક છે ! સમાધાનમાર્ગી છે. તુરત બીજે વિચારે–

વિધાતા બચાડી ક્યા કરે,જેવાં તમારાં કરમ,
કાં તો માર્યા મોરલા, કાં તો હેર્યાં હરણ.

હરણ હેર્યાં તે હરોહરિ
ગૌહત્યા બ્રાહ્મણની નડી.

કીધીયું કમાણીયું, રિયા સેવો !
જેઠો રામનો કે’ વિધાતાને દોષ શેનો દેવો

હે જીવ ! તમે જ કુકર્મ કીધાં છે. મોરલા માર્યા એ મોટું કુકર્મ : સ્ત્રીઓનાં હેરણાં હેરવાં – હરણ કરી જવાં — એ પણ ઘોર પાતક : એ કરેલી કમાણીને હવે તો રહ્યા રહ્યા સેવી લ્યો, હે જીવ !