પૃષ્ઠ:Parkamma.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦
પરકમ્મા :
 



હોથલા ટીંબા જેવું : સૂવરનાં ટોળાંએ ઉજ્જડ કરેલ ફૂલવાડી.
સૂવરે વિચાર કર્યો : ઘેંશનાં હાંડલાં શું ફોડવાં ?
બાર ચોકું અડતાલીસ ગાઉમાં ફડાકા મારી રહ્યું છે : (વન)
રૂઝ્યુંકુંઝ્યું વખત છે : (સાંજ)
સવા પાશેર અફીણનું બંધાણ : (રાજાની સ્થિતિ)

ઘોડાને—

હે દેવમુનિ ! તારી કાનસૂરીએ ચોકડું રાખું છું
એક બીજા ઘોડાની ગંધ આવી.
ઘોડે હાવળ મારી.
ખરલમાં નાખો તો ખસરક ઘુટાક 
ગરણીમાં નાખો તો ત્રબક ત્રબક 
બાપ પીએ તો બેટાને ચડે 
બેટો પીએ તો બાપને ચડે અફીણનો
એમાંથી અંજળિ ભરીને કસુંબો
હાથીના માવતને આપે
તો રડ્યુંખડ્યું ફોરૂં જમીં ઉપર પડે
તો સાત પાતાળ ફાડીને શેષનાગને !.
માથે ઠરે
પાણી પીધું ત્યાં બત્રીસ કોઠે દીવા થયા
જૂઇનાં ફૂલ જેવા ચોખા

પાણી મોર્ય મોજડી ઉતાર મા : (ટાણું આવ્યા વિના ઉતાવળો ન થા)

છ ઘાત :—

૧ – વડલાની ૪૮ મણની ડાળ માથે પડશે
૨ – સોનાનો વેઢ : તંબોળિયો નાગ
૩ – ડુંગર બે સામસામા ભટકાય
૪ – સામૈયાનો ઘોડો
આવે રોડું
હેઠ રાજા ને ઉપર ઘોડું
૫ – શે’રનો દરવાજો પડે
૬ – રાતે તંબોળિયો નાગ