પૃષ્ઠ:Parkamma.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨
પરકમ્મા :
 


સાત હજાર ગુજરાત
બાણું લાખ માળવો
નવ સરઠુંના ધણી
નવ ખંડ ધરતી

છન્નું કરોડ પાદર આ પ્રથમીને માથે
અરબસ્તાણ-તેનાં માણસો વાનુમુખાં
ફરગાણ–તેનાં સુહાનમુખાં (શ્વાનમુખાં)
મુંગલાણ–તેનાં વાનરમુખાં
હબસાણ–તેનાં સૂવરમુખાં

નીર સમુદ્ર, ખીર સમુદ્ર, વેતાચળ સમુદ્ર, ખારા સમુદ્ર, મીઠા સમુદ્ર, ઓરંગધા સમુદ્ર, દધિ સમુદ્ર.

એટલા સમદર છે આ પૃથવીને માથે.

અઠકળ પરબત : ધૂણાગર, હેમાળો, અદિયાગર, રેવતાચળ.

અદિયાગર પરબત ઉપર સૂરજનારા’ણ માળા ફેરવે છે. ત્યાં ભેટડી ભથ (ભેખડ) છે માટે કહેવાય છે કે– ‘હે ભેટડીના ભાણ !’

મેરૂ પરબતને સાત ટુંક છે : હમવત (હેમનું), ગધમાર, ઉમામેર, સત્ર, ઊંચક, માળવ.

પે’લે ટુંકે બ્રહ્મા વસ્યા
બીજે ટુંકે અઠાશી ઋષિ વસ્યા
ત્રીજે ટુંકે ચત્રવચત્ર મેળા વસ્યા
ચોથે ટુંકે ચંદરમા વસ્યા
પાંચમે ટુંકે કે વૃધવાસી વસ્યા
છઠ્ઠે ટુંકે સૂરજ વસ્યા
સાતમે ટુંકે નારા’ણ વસ્યા

મેરૂ કેટલોક લોઢાનો, કેટલોક ત્રાંબાનો, કેટલોક સોનાનો.

કથાકારને ડોંચશો નહિ.

પૂછશો કદાચ, કે આવું આવું તને શા ખપમાં આવ્યું ? કશા જ નહિ. છતાં હું તો ટપકાવતો ગયો. લોકવિદ્યાના જાણકારને સંશોધક કદી બોલતો રોકવો નહિ, એને બોલ્યે જવા જ દેવો–એનું બોલ્યું