પૃષ્ઠ:Parkamma.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
: ટાંચણનાં પાનાં
૫૧
 

 એક વર્ષ પછી રાજા મૃગયા રમવા ગયો : ખબર પડી : એક મહિનાની છોકરી : માગું નાખ્યું.

દોઢ મહિનાની કુંવરીને માતાએ તેડીને ફેરા ફેરવ્યા.

રાજા ને બાળક (પતિ ને પત્ની) એકાંતે વાતો કરે.

બે દીકરા. હાથીના ખોળિયામાં દેવીએ પોતાની શક્તિ મૂકી. હાથી છૂટ્યો. કુંવરોને મારી નાખવા તૈયાર.

રાજા અને દેવી ગોખે.

રાજા–અરે, તમે બેઠાં છો ને દીકરા મરશે ?

રાણી—પાછળથી પસ્તાશો નહિ ને ? હું તો હમણાં બચાવું.

હાથ લાંબા કરીને લઈ લીધા. માણસો શ્રીફળ લઈને દોડ્યાં

બસ ! હવે હું છતી થઈ ગઈ. હવે ન રહું. અને આઠ પહોર પછી અહીં યુદ્ધ થશે : હું શક્તિ : મારો ચૂડલો ભાંગે નહિ : પતાઈ રાવળને રોળીને પાદશાહ આવે છે.

મારા નામનો સ્તંભ કરાવ.

આ સ્થભની પેલી બાજુ મારું ખપ્પર : ત્યાં કોઇ આવશો નહિ.

પાદશાહ આવ્યો : મર્યો.

દેવી-માનવીનાં લગ્ન

બાઈ રાણીમાતાના સ્તંભને બાઝેલ આ લોકકથામાં પ્રચલિત એવાં પાંચ તત્ત્વો (મોટીફ) ભેગાં થયાં છે : તળાવને કાંઠે ફકીરની કે વેશ્યાની ઝૂંપડી હોવી-એ ખસે નહિ : પતાઈ રાવળની પેઠે એ ગોધરાપતિએ પણ રૂપ દેખી દેવીને પકડ્યાં : દેવીએ જન્મ લઈ બાળરૂપે લગ્ન સ્વીકાર્યું : ગોખેથી લાંબા હાથ કરીને હાથીના હુમલામાંથી બાળ બચાવ્યાં : પ્રકટ થઈ જતાં દેવી ચાલ્યાં ગયાં.

આજ સુધીની સાંભળેલી કથાઓમાં દેવી માતૃપદનાં અધિકારી હતાં, અને મા કાળકાની માફક એમના સૌંદર્યને વાંચ્છનારો શાપિત બનતો. આ અને હરપાળ મકવાણાની કથામાં દેવીને પોતાનો હાથ