પૃષ્ઠ:Parkamma.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૬
પરકમ્મા :
 


તમને તો કીડીના પગનાં ઝાંઝર વગડે તેની પણ ખબર પડે છે, તો પછી મારા પોકારને શું તમે સાંભળી શકતા નથી ? શું પોકાર ! તો એમાં એમ છે બાપુ ! કે શામળા ! અરે શામળા !

મોર્યે ન કીધી માધા !
કાંઇયે મેં કમાઈ,
ભલો થઈને ભાઈ !
સામું જોને શામળા !

કે હે શામળા ! મેં તો અગાઉ કાંઇયે કમાઈ કીધી નથી, માટે ભાઈ ! તું ભલો થઈને મારી સામે જો !

ભગવાનને ‘ભાઈ’ કહ્યો એક ગામડિયા ગઢવીએ : God not the Father, God not the Son, God not the Holy Ghost, but God our brother-man: એ કોઈક આધૂનિક જ્ઞાનીએ કહ્યું. પાલરવ ગઢવી જ્ઞાની હતો. મને હરીન ચટ્ટોપાધ્યાયનું પદ યાદ આવે છે—

‘બિન ભોજનકે ભગવાન કહાં !’

કારણ કે મારી હસ્તપ્રતમાં એ જ ભાવનો પાલરવનો દુહો દેખું છું–

હ ડ સે લા હ જા ર
પેટ સારુ ખાવા પડે;
દિયો તો અન્નદાતાર,
સૂઝે ભગતી શામળા !

અને પાલરવ જેવો એક કંગાલ, નિર્ધન, નિરાધાર વૃદ્ધ, કોઈક ઠાકોર કે ગરઢેરાની થોડીએક પ્રશસ્તિ શિષ્ટાચાર સારૂ કરવી પડી હશે તેની પણ ઈશ્વર સમક્ષ તોબાહ પુકારે છે–

મોઢે માનવીયું તણા
ગાયા મેં તો ગણ;