પૃષ્ઠ:Parkamma.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
: ટાંચણનાં પાનાં
૫૭
 

પરભુ ! કરશો પણ
શી ગત મારી શામળા !

માનવ-સ્તુતિથી શરમિંદ બનનાર લોકકવિ પૈસેટકે ભિંસાયો હશે એટલું તો એના શામળાના દુહા જ બતાવે છે–

કરજે મન કૉળે નહિ
નેણે ના’વે નીંદ
ગળકાંસાં ગોવિંદ !
શેત્રુંજીમાં શામળા.’

હે શામળા ! કરજ છે તેને લીધે દિલ ખીલતું નથી. નેણે નીંદ નથી. કરજની નદીમાં ગળકાં ખાઈ રહ્યો છું.

પ્રભુના પોતે કેવા ગુના કર્યા હશે—

અ ની તિ અ ત પા ત
અવડી શું કીધેલ અમે ?
(કે) મટે નૈ માબાપ !
સંતાપ દલનો શામળા !’

એવી કઈ બેહદ (ઉત્પાત) અનીતિ અમે કરી છે કે આ દિલનો સંતાપ મટતો નથી ?– પછી પોતે જ કબૂલે છે—

મેં મેલેલ મસમાં
(તુંને) પરમેસર પાણો,
તે દુ નો ટા ણો
નથી વીસરતો વીઠ્ઠલા !

હે પ્રભુ ! તને મેં તે દિવસ તારી છાતી (મસ)માં પથ્થર મૂકેલો તે ટાણું નથી વીસરતું. (ચારણી બોલીમાં નાન્યતર જાતિ નથી માટે ‘ટાણું’ નહિ, ‘ટાણો.’)

કર્યા હોય (તો) કે’ને
ગો પી વ રગ ના;