પૃષ્ઠ:Parkamma.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૮
પરકમ્મા :
 

મા રી લે મા ધા!
સો સો જૂતી શામળા.’

મારા જે કોઈ ગુના હોય તે માટે સો સો જૂતિઓ મને મારી લે, ને પછી હે શામળા !—

ભીલડીનાં જમ્યા ભાળ્યું
જૂઠાં બોર જકે;
લ ટ કું આ ણ્યે
સેવક માથે શામળા !

શબરીના બોર જમવા–ટાણે જેવું પ્રેમનું લટકું કર્યું હતું તેવું લટકું–તેવું હેત મારા પર હવે આણો શામળા !’

ઠપકાનાં, મહેણાંના, કાકલૂદીના, લાડના, ફોસલામણીના, એવા કેટલાય ‘શામળાના દુહા’ કહી જનાર પાલરવ આ જન્મની કોઈ મુસીબતના ઉકેલનો ઉલ્લેખ તો કરતો નથી, ફક્ત મૃત્યુની પળની માવજત માગે છે—

ગાતા આવે ગાંધરવ
ટપ્પા અપસરનાં તાન;
(એવું). વીશ ધજાનું વેમાન
સામું મૂકો શામળા.’

હે શામળા ! મારી સામે વિમાન તો મોકલો, પણ અંદર ગંધર્વોનાં ગાન અને અપ્સરાઓના નાટારંભ થતા આવવા જોઈએ.

બુઢ્ઢો પાલરવ અતિ બૂઢાપે ઘેરાઈને છેવટે શું વિમાને ચડીને ચાલ્યો ગયો હશે ?

છેલ્લા ભેટેલા ’૩૯-’૪૦માં. માળખું જ રહ્યું હતું હાડકાંનું. આવીને લજવાતા બેઠા હતા બાંકડા ઉપર. જઈને ઊમળકાથી મળ્યો ત્યાં તો એક જ પલકમાં હાડકાંના માળખામાં કોણ જાણે ક્યાંયે લપાઈ રહેલો જીવ જાણે કે પોતાના જ કલેવરનું વર્ણન ટહુકી ઊઠ્યો–