પૃષ્ઠ:Parkamma.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
: ટાંચણનાં પાનાં
૫૯
 


બે ત્રે વીસું બરડવાં
(માંય) સો-બસો સાંધા;
માંહે પોલ માધા !
એમાં સાસ ક્યાં રે’ શામળા !

અર્થ–હે માધવ ! આ શરીરમાં ચાલીસ કે સાઠ નકૂચા છે. સો–બસો સાંધા છે. અંદર સર્વત્ર પોલું છે. તો એમાં શ્વાસ ક્યાં રહેતો હશે ?

હાડકાનું માળખું

આવું એ પોલું માળખું પોતાની અંદર છુપાઈ રહેલા શ્વાસનો પરિચય ચાર પાંચ વાર કરાવી ગયું. એ તો મૂંગા દુ:ખની ગૌરવભરી મૂર્તિ હતો. એણે કોઈ દિવસ પોતાના સંતાપની વાતો કરી નથી. એક વાર એનાં કુટુંબીજનો વિષે પૂછતાં જવાબ મળેલો કે ‘ઘણાંય હતાં બાપા ! પણ આજ હું વિના કોઈ ન મળે. આ હાથે તો બાપા ! મેં તેર તેર મડદાં બાળ્યાં છે.’

વધુ પ્રશ્ન કરવાની હિંમત નહોતી. દુઃખોનાં કૂંડાં ને કૂંડાં (કટોરા નહિ-કૂંડાં) પી જઈને પાલરવ કવિતાના ઓડકાર કાઢતો હતો એટલું જ યાદ છે. દૂબળડે હાથે નાનકડી સૂડી ઉલાળતો ઉલાળતો લહેકાદાર વાતો કરતો એનું ચિત્ર હજુયે દિલ પર અણીશુદ્ધ છે. અરે મારી કને આવેલી એકાદ વાર્તા વિષે એને પૂછતાં એણે જે બે-ત્રણ નવાં વાક્યોની નકસી કરી આપી તે પણ મારી વાર્તામાં મેં ગઠવી દીધી છે. રસધાર ભા. ૪ માં ‘અણનમ માથાં’ની વાર્તા છે. અગિયાર મિત્રો પોતાના ગામ–ગૌરવ માટે પ્લેમ્લેચ્છોની મોટી ફોજ સામે લડતાં લડતાં, શાહી સૈન્યની બંદૂક–ગોળીઓ વડે વિંધાઈને કેવા બની ગયા છે ? — ‘નવરાતના ગરબા જેવા !’ એ ઉપમા પાલરવે પૂરી પાડેલ. બારમો તેજરવ, ગામતરે ગયેલ ત્યાંથી મોડો આવ્યો અને અગિયારે ભાઈબંધોની ચિતામાં ઝંપલાવવા દોડ્યો. માણસોએ એને રોક્યો ત્યારે