પૃષ્ઠ:Parkamma.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
: ટાંચણનાં પાનાં
૬૧
 


પતાળની પદમણી કરણ ગ્યલ પરણવા,
અમલ એરાગ ધજ મેખ આણી,
કરણની આણલ ભલી નવસાર તોય કને
મેખી, મોતીઆં કેરી માણા;
અઈણાઈ કવ્યાંની તું થકી આળસે
ખ ળ ક્કે દૂ ધ નાં સમદ-પાણા.

સુવાડીયું સમપ્પે તું જ મેળગસતન !
ગુંજતી તાંબડી ચડે ગૂડે;
પટાળા દીપસંગ તણો ઝાલ્યો પટો;
અસતનું પાંદડું પરૂં ઊડે.

ચારણોનો શિષ્ટાચાર છે કે પોતાને ભેંસ કે ઘોડું દાનમાં દેનાર દાતાને, આવી રીતે, દાન કરેલ પશુના કાવ્ય-વર્ણનથી બિરદાવે. આવી બિરદાવણ-રીતિમાંથી જ પશુ-વર્ણનનાં સેંકડો છટાદાર કવિતો-ગીતો ચારણી સાહિત્યને સાંપડ્યાં છે. ઉપર ટપકાવેલું તો કૃતિ તરીકે ફિક્કું ને પિંગળ-માપથી દૂષિત છે. પ્રારંભમાં ભેંસને એક ટપલા અર્થાત કુંભાર (બ્રહ્મા)ની ઘડેલી નમણી, કૃતિ કરે છે. કાદવમાં પડીને ખૂબ ખરડાઈ ભભૂતીમય બનનાર અબધૂત કોઈ ખાખી નાથ બાવાની ચેલી તરીકે વર્ણવે છે, એક ફાંટ જેટલું આઉ ઊંચકીને હાથી સમી પૃથ્વી પર ઘૂમતી વર્ણવે છે. પણ મારે રસ તેમાં નથી, મેં આ કૃતિને પકડી તેનું કારણ એ છે કે ભેંસને તો પાતાળની પદમણીને પરણવા ગયેલ કરણ મહાભારતિયા સાથે સાંકળી છે. ‘આ શું કથા છે ?’ મેં ચારણને પ્રશ્ન કર્યો હતો: જવાબમાં મને જે કહેવાયું તે મારું ટાંચણ બોલે છે—

પાતાળની પદમણી કરણ પરણી આવ્યો. પણ બહુ ખૂબસૂરત એટલે કરણ નજર નહોતો ઝાલી શકતો. વીર્ય ચળી જતું. બાઇ આણું વળીને પાતાળમાં માવતરે (નાગને ઘેર) ગઈ.

(મા પૂછે છે) ‘તારે ડીલે તેજ કાં નહિ?’ પુત્રીનો જવાબ : ધણી બધી વાતે પૂરો, પણ બરદ ખડી જાય છે.’