પૃષ્ઠ:Parkamma.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૪
પરકમ્મા :
 


પોતાની અંજલીઓ ભરી ભરી પિવરાવ્યું. આધુનિક પ્રેમિકોની સંવનન–સૃષ્ટિમાં આ ગ્રામીણોની સંવનન–ક્રિયા નવી એક કલ્પના–લહર લાવે છે. હુરી-રાયગલની વાત પૂરી કરું. બેઉ ભાગ્યાં. પાછળ ભરી બંદૂકે મૂછાળા ચડ્યા. પણ પ્રેમિકે મરી જાણ્યું—

તરવારુંનાં તોરણ રાયમલ
તરવારુંના તોરણ
બંધૂકુંના ચંભા રે તું ચારણિયો
પેલી બંધૂકે માર્યો રાયમલ
પેલી બંધૂકે માર્યો...
ટપકતી ઝોળીએ આવ્યો રે તું ચારણિયો.

ચાલો જીવ ! અસૂર થાય છે. સૂતેલી યાદોને સળવળાવતા શબ્દો ને સૂરો ઊપડે છે—

પોપટ ઝુરે મારા મૈયરનો
નણદલ ઝુરે નેવાં હેઠ મારી સૈયરૂં !
પોપટ ઝુરે મારા મૈયરનો.

***

ભોમાંથી નીકળ્યો ડોલરિયો દેડકો
તારે મારે નૈ બને ડાલરિયા દેડકા !

***

ધગધગતી ધરા

એ સુકોમળ શબ્દ-બાગમાંથી પાર થાઉં છું અને ધગધગતી ધરા આવે છે બહારવટિયા-ગીતોની—

 છડિયાં હથિયાર
અલાલા પાંજે મરણેજો હકડી વાર

એ શબ્દોની અગન-ઝાળ લાગી છે એક પાને. બીજે પાને—

ડુંગરે ડુંગરે કાદુડાના દાયરા
દાયરામાં તો ઊડ દારૂડાની ફોર