પૃષ્ઠ:Parkamma.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
: ટાંચણનાં પાનાં
૬૫
 


નહિ નહિ. બોલ બદલી ગયા લાગે છે. કાદુ દારૂ પીતો નહિ, દાયરાને પીવા દે નહિ. સાચા બોલ તો આ છે—

‘દારૂ-ગોળાની ઊડે ઠામઠોર રે મકરાણી કાદુ !

કાદુ પીતો, પણ મોતના દારૂ : શરાબ નહિ પણ સીસું પીતો.

* **

ફાંસીએ ચડતાં કંથડજી બોલિયા,
આમાંથી મને ચાર ઘડી છૂટો કે મેલ્ય
બાલુભા ભુજના રાજા !
છેતરીને છેલને નો’તો મારવો.

આ શૌર્યના સ્વરો-શબ્દો મેં ક્યાંથી પકડ્યા ? નામ ઠામ કે તિથિ વાર નથી. પણ એક પુરાવો છે. ભાઈ રામુ ઠક્કરના હસ્તાક્ષરમાં લખાયેલું દસ પંક્તિનું બહારવટિયા-ગીત મારી પોથીમાં છે—

રામાવાળા ઠાકોર, રામવાળા કાઠી, રામવાળા દરબાર
ડુંગરડા તારે દોયલા થિયા.

એટલે યાદ આવે છે. ભાવનગરમાં મારા મિત્ર કપિલ ઠક્કરને વૉશિંગ-ઘાટ સામેને ઘેર નાથ બાવાઓ આવ્યા હતા. તેમની પાસેથી ગવરાવી ગવરાવી લખતો હતો. જમવા બેઠો, રામુભાઈને તેટલો સમય લખવા કહ્યું હતું. બાવો રાવણહથ્થા પર ઘૂઘરિયાળી કામઠી નચાવતો આધુનિક સંગ્રામ-સૂત્રોને પુરાતનના પેટાળમાંથી ઉઠાવીને સનાતનની જબાન પર ધરતો હતો—

ના છડિયાં તલવાર
અલાલા હણે મરદુંમાં લખી લીજો નામ
દેવોભા કે’
મુરૂ માણેકજે, મ છડિયાંવ તલવાર.

જુવાનો હણે મરણજો હકડી વાર
દેવોભા કે’
મુરૂભા વંકડા ! મ છડિયાંવ હથિયાર.