પૃષ્ઠ:Parkamma.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૮
પરકમ્મા :
 


વેગે તેડાવો વઉનો બાંધવો રે
વઉને મૈયરીએ મોકલ !

રોતી રોતી વહુ કહે છે - અરેરે ! કીડી પર આટલાં કટક લઈને શું ચડી આવ્યાં છો !

કીડી ઉપર શું કટકાયું કરો રે માતા !
રાંક ઉપર શો રોષ.
બાળક જાણી અમે બોલિયાં રે હવે !
દયા કરો મુજ દોષ.

બસ, સાસુને તો સંતોષ થઈ ગયો !

દયા ચડી રે માતા દેવકીને
ચાંપ્યાં છે રૂદિયાની સાથ,
જે રે જોયેં તે મગાવજો રે
તમારો પિયુ તે પાટણ જાય.

જોજન કેરી સાંઢડી રે માતા
પવન-વેગે જાય;
ઊંડણ દાંત ન વોરશો
હું નૈ પે’રૂં જમણે હાથ.

પીળા પોગરનો ચૂડલો રે
મારી બાંવડલી ઢંકાય;
નંદ રે નારણજીએ પાઠવ્યો રે
મૂલ કરે કે મોરાર

ત્રીકમજીએ તોળાવિયો રે
વેરાવે વૈકુંઠ જાય,
સોનાની જીવીએ મઢાવિયો રે
પેરણ રાધાને હાથ.

આર્થિક ભીંસમાં પણ ઉજળાં મોં ને ઉજળી રખાવટ જારી રાખીને, ઘણાં બાળકોને, પૌત્રપૌત્રીઓને મોટાં કરી, અને એવાં ‘પાણા પઠે પકવેલાં’ કેટલાંયને મસાણે વળાવીને મોંઘીબા ગયાં.