પૃષ્ઠ:Parkamma.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
: પ્રયાણ બીજું
૭૯
 

 પ્રકાશ આપ્યા જ કરે છે, ભમતા માણસને ચોકસ એક સૌંદર્યપંથ પર ચડાવી આપે છે. નાનું શું તાપણું છો ને ગાઉ બે ગાઉ છેટે ઝગતું હોય છતાં કાળામાં કાળી રાતના પથિકને ય સાચી દિશામાં રાખે છે.

દિશા ખોવાઇ જાત જો લોકસાહિત્યના એકાદ કોઇ પ્રદેશને નિરાળો રાખીને ભમ્યા કર્યું હોત તો. એક શાખાને પહેલાં પતાવી દઈએ પછી જ બીજીને પકડશું, એવું વલણ સાહિત્યના સેવનમાં સલામત નથી. સાહિત્યની શાખાપ્રશાખાઓ એ તો માળાની સેર્યો છે, ચોટલાની લટો છે, પટકુળના વાણા ને તાણા છે. એ તો છે શાળવીના જેવું, કબીરિયાના જેવું કામ. માનસ-પટનો વણાટ એ સર્વ ધાગાઓની સામટી ચાલ ઉપર જ અવલંબે છે એટલે જ મારાં ટાંચણ-પાનાંમાં ઘડીક બહારવટિયાનો કિસ્સો, ઘડીક ભજન, ઘડી વળી ચારણ પાલરવના ‘શામળાના દુહા’, તો પાછી ઘડીક વ્રતકથાઓ ડોકાય છે.

બોખાં મોઢાં

વ્રતકથાઓનાં ટાંચણનો ધોધ હવે આવે છે. પેન્સીલ અને શાહીની ગંગા-જમના ગ્રંથાય છે. યાદ આવે છે-અમારા કમ્પોઝીટર બારોટ હીરજીનાં બા ‘ફૈબા’, કપિલ ઠક્કરના બા મોંઘીબા, મારી માતા, બીજા એક બે ડોશીઓ—દાંતવાળાં ને વગરનાં પાંચ છ કરચલિયાળાં મોઢાં તરવરે છે. વૈધવ્યના કાળા વેશ, સંસારની ધમાચકડ, પાવળેપાવળે કરકસર કરીને ઘરવ્યવહાર ચાલતો રાખવાની ચીકણાશ, કૈક ક્ષુદ્રતા લઘુતાઓ, કૈક મનોવૈષમ્યો, મૂર્ખાઇઓ ને મૂંઝવણો, તેની વચ્ચેથી આ ડોશીઓનાં દિલ ‘પ્રાસવો મૂકતાં’, વાણીની ક્ષીરધારાઓ વર્ષતી, જેનાં દોણાં મેં ‘કંકાવટી ખંડ ૧-૨’ રૂપે દોહ્યાં છે.

રસોડાં, એકઢાળિયાં અને પીપળાને થડે આવેલા ઓટા પરથી આ દોણાં લઇ પાછા ફરો છો, ત્યાં તો રાજદરબારી કચેરીઓ