પૃષ્ઠ:Parkamma.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
: પ્રયાણ બીજું
૮૭
 


પણ ગતિ કે હલનચલન એ સામતભાઈના વાર્તાકથનને ટાણે, કલાક બે કલાક કે ચાર કલાક થાય તે છતાં ય એના દેહમાં, અરે આંખમાંયે ચાલતું નહોતું. એવા પૂરા ને પાવરધા કલાકાર હતા સામતભાઈ કે જેના પરથી કલાપીએ ‘ગોહિલ વીર હમીરજી’ નામના પોતાના કાવ્યમાં ‘ગઢવી’નું પાત્ર આલેખ્યું છે.

એ સામતભાઈ, આ ગગુભાઈ, સનાળી ગામનું એ સમસ્ત નીલા શાખાનું ચારણકુળ, એટલે કશીઆભાઈનો વસ્તાર. કશીઆભાઈ એટલે અઝાઝૂડ ચારણ–કવિ. નાનો રઝળુ બાળક હતો ત્યારે નાથજી નામે એક સાધુએ પ્રસાદી રૂપે વિદ્યા આપી અને ઉર–કપાટ ઉઘડી ગયાં એવી એ ઘરની માન્યતા છે. એ કથા ગગુભાઇ નીચે મુજબ કહેતા–

તુલસીનાથજી ત્રૂઠ્યા

આશરે બસો વર્ષ ઉપર તુલશીનાથજી જેતપુરમાં આવ્યા હતા. કાનફટા નાથ નામથી ઓળખાતા પંથના એ મહાત્મા હતા. મૂળ પંજાબના રહીશ, પંજાબમાંથી જોધપૂરમાં થોડો સમય રહી ગોંડલ આવ્યા, ત્યાંથી જેતપુર આવી દરબાર કાંથડવાળાના દરબારગઢ પાસેના એક ઓટા પર રહેવા લાગ્યા. થોડે દિવસે એમની પાસે લોકો જમા થવા લાગ્યા. દરબાર કાંથડવાળા પણ સાંજરે સાંજરે આવતા. તુલશીનાથજીને વાર્તા સાંભળવાનો શોખ સારો હોવાથી આપા કાંથડવાળા પાસે રહેતા વરસોભાઈ ગઢવી ક્યારેક ક્યારેક વાર્તા પણ સંભળાવે.'

વરસોભાઈ મૂળ ખુમાણ પંથકમાં રહેતા. પણ ભાઈઓની તકરારથી જેતપુરમાં આવી વસ્યા. એને ત્રણ દીકરા હતા. પણ પૂરા તેફાની ને રખડુ. આખો દિવસ ભાદર નદીમાં રખડ્યા કરે. ગળપણના બહુ શોખીન તેથી ભૂખ લાગે ત્યારે સ્મશાનમાંના લાડવા લઈ ખાય, એ ન મળે તોજ ઘેર આવે. રાતે પણ ઘેર આવે કે બીજે ક્યાંક પડ્યા રહે, આ છોકરાઓનું શું થશે તેની બાપને ફિકર રહેતી હતી.

એક દિવસની સાંજે એ ઓટા પર મળેલ ડાયરામાં વરસાભાઈએ