પૃષ્ઠ:Patra Lalsa.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કુસુમાવલિ : ૧૦૩
 

છતાં તે હારમોનિયમ વગાડતી અને પોતાને ખુશ કરે એવું ગાતી પણ ખરી.

મદનલાલ શેઠને ઘણાં કામો હતાં. તેમને ભાગ્યે જ ફુરસદ મળતી એટલે કુસુમ આખોય દિવસ એકલા જેવી જ રહેતી. મદનલાલ ઘેર આવે તો મિત્રો, આશ્રિતો અગર નોકરીથી વીંટળાયલા જ રહે. રાત્રે આવે ત્યારે થાકી ગયેલા હોય. કુસુમને મદનલાલના સૌંદર્ય ઉપર વારી જવાનું કારણ જરા પણ નહોતું, અને લગ્ન વખતે પોતાની નામરજી બતાવ્યા છતાં તેને લગ્નનો સ્વીકાર કરવો પડ્યો હતો. પરંતુ સહવાસને લીધે એક પ્રકારની સહાનુભૂતિ ઉત્પન્ન થાય છે, અને એ સહવાસ ન તૂટે એવો છે એમ ખાતરી થયા પછી મન મનાવતાં મનુષ્યસ્વભાવ શીખી જાય છે. નોકર, પડોશી અને જાનવરને માટે પણ એક પ્રકારનું ખેંચાણ સહવાસને લઈને ઉત્પન્ન થાય છે તો પછી સાથે જીવતા સુધી ભાગ્ય જોડાયું હોય એને નભાવી લેવાની, તેના દોષો તરફ પડદો નાખવાની, સૌંદર્યરેખાઓ શોધી શોધી તેને વિચારવાની, અને સદ્ગુણોના જે કાંઈ રજકણો વેરાયેલાં પડ્યાં હોય તેમને મોટે રૂપે નીરખી આનંદ માનવાની ટેવ સ્ત્રી જાતિ ખીલવે તો તેમાં નવાઈ નથી.

એ ધોરણે મદનલાલને કુસુમ ચાહતી હતી. જોકે તેને કૌમારાવસ્થામાં જે પતિનાં સ્વપ્ન આવતાં તે સ્વપ્નાં મદનલાલે સાચાં પાડ્યાં નહોતાં; જે સંસ્કાર અને ઉચ્ચાભિલાષની કુસુમ પોતાના પતિમાં આશા રાખતી હતી તે તેને મદનલાલમાં જડ્યા નહિ; જે કુમળો, સોહામણો વિલાસ પતિમાં જોવાનો હક્ક દરેક પત્ની માગે છે તે તેને મદનલાલમાં દેખાયો નહિ, અને જે પત્નીઘેલાપણું પતિના હૃદયમાં ધડકતું સાંભળવા માટે પત્ની જીવ પણ કુરબાન કરી શકે છે તે ઘેલાપણું મદનલાલે કરી બતાવ્યું નહોતું.

છતાં કુસુમને મદનલાલ માટે પત્ની તરીકે સદૂભાવ હતો. ઘણી વખત તે મદનલાલને પજવતી. ઘણી વખત તેમના કામમાંથી રોકતી. વખતે બધાની અજાયબી વચ્ચે મદનલાલને તેમની મિલની ઑફિસમાંથી ઉપાડી જતી.

સનાતન આવ્યો ત્યારે મદનલાલની મોટર તૈયાર હતી. તેઓ કાંઈ જરૂરના કામે જવાના હતા. ચિતરંજનની ચિઠ્ઠી વાંચી સનાતન જેવો ગ્રેજ્યુએટ પોતાને ત્યાં નોકરી ખોળવા આવ્યો છે જાણી તેમને ક્ષમાયોગ્ય ગર્વ પણ થયો.

એટલામાં અંદરથી કુસુમ આવી. : 'અત્યારે કાંઈ જવું નથી. ગમે તેવું કામ હોય તોયે નહિ. કામ આપણા તાબામાં કે આપણે કામના તાબામાં ?' આમ બોલતી બોલતી અંદર પ્રવેશ