પૃષ્ઠ:Patra Lalsa.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪: પત્રલાલસા
 

દીનાનાથ પોતાની જાહોજલાલીમાં ભાઈસાહેબ તરીકે ઓળખાતા.

દીનાનાથને અંદર બેઠેબેઠે ઘાંટો પરિચિત લાગ્યો. જૂનાં સ્મરણો ખડાં થયાં અને મુખ ઉપર વ્યાકુળતા છવાઈ ગઈ.

મંજરીએ મધુર કંઠે જવાબ આપ્યો: ‘ઘરમાં જ છે.'

છોકરી મોટી થઈ ગઈ છે. તે મનમાં બબડ્યો અને ઉપર ચઢી આવ્યો. તેને જોતાં જ દીનાનાથ હીંચકા ઉપરથી ઊભા થઈ ગયા. આગળ વધ્યા અને ભેટી પડ્યા. આંખમાંથી આંસુ નીકળી આવ્યાં અને રૂંધાતા કંઠમાંથી ઉચ્ચાર નીકળ્યો : ‘ચિતરંજન ! તું આવ્યો ?'