પૃષ્ઠ:Patra Lalsa.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪ : પત્ર લાલસા
 

એમ કહી તેણે સનાતનને ખબર આપી.

મૃત્યુ સર્વદા દુ:ખદ છે. જગતને કાળો બુરખો ઓઢાડતું આ ભયંકર સત્ય કોને કંપાવતું નથી ? સનાતને ફિલસૂફીમાં મૃત્યુનું સ્થાન શોધવા પ્રયત્ન કર્યો.

द्राष्ट्राकरालानि च ते मुखानि ।
दष्ट्‌वैव कालानलसनिभानि ।।

ગીતામાં વર્ણવેલું ભયંકર સ્વરૂપ યાદ આવ્યું. તેણે મનમાં સંતોષ વાળ્યો કે મૃત્યુ એ પણ ઈશ્વરનું રૂપ છે. તત્કાળ મંજરી યાદ આવી અને સાથે જ ગીતાનું વાક્ય યાદ આવ્યું :

विरांति वक्त्राष्यभिविज्जलंति ।

તે થથરી ઊઠ્યો. શું સૌન્દર્ય પણ એ જ કરાલ મુખમાં ખેંચાય છે ? તેણે પોતાના મનથી જગતના ક્રમમાં એક સુધારો સૂચવ્યો : 'કોઈની પણ પત્ની મરવી ન જોઈએ' તે લવ્યો.

રસ્તે જતાં કોઈનું ખડખડાટ હસવું તેના સાંભળવામાં આવ્યું. તે બેસી ગયો.