પૃષ્ઠ:Patra Lalsa.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રથમ ભેટ

અહ પ્રિત શી ! અહ હેત શું ! અહ કશો અંતર ઉમળકો !
શું પત્ર આ? શું શબ્દમાં ! એ મૃતક કરથી છે લખ્યો !

 * * *

એ પ્રાણપતિનું હૃદય છે ! એ આત્મનાં ભવનો નર્યા !
એ ભવનમાં રમતાં નિરંતર સુંદરીથી છે ભર્યા !

 * * *

મુજ ઉપર ઝીલતી કંચુકીની ભાતડી પ્રિય, તું જ છો !
મુજ સાડીમાં રહી શોભતું, શોભાવતું ગુલ તું જ છો !

નાનાલાલ

સનાતન ક્યાં હશે ? શું કરતો હશે? એ બધું મંજરીને કોણ કહે ? શા માટે કહે ? કોઈને આ બધી વાત જાણવાનું કારણ શું ? મંજરીને આમ મૂંઝવણ થઈ. શા માટે મંજરીને આ મૂંઝવણ થઈ તેનું કારણ તેનાથી સમજી શકાયું નહિ. મંજરી ઘણી જ શાન્ત અને સમજણવાળી હતી. આવો ફેરફાર હૃદયમાં કેમ થયો હશે તે તેના સમજવામાં આવ્યું નહિ; અજાણ્યા-પારકા યુવક માટે હૃદયમાં કોઈક અતિ કુમળો છતાં ઉત્તેજક ભાવ એ શો પ્રગટ્યો? એ સારું કે ખોટું ?

છતાં સનાતન સાંભર્યા જ કરતો; તેની સાથે જ એક દિવસ તેણે થોડી ક્ષણ માત્ર વાત કરી હતી, પરંતુ તે પ્રસંગનાં સ્વપ્ન નજર આગળથી ખસતાં નહિ. સનાતને પત્ર લખવાનું કહ્યું હતું, ખરું? ક્યારે પત્ર આવશે? પત્રમાં શું આવશે ? વિચાર કરતાં તેનાં રોમ ઊભાં થયાં. પત્રની કલ્પના થતાં તેનું હૈયું ઝોલે ચડ્યું. શું લખશે ? કાંઈક વિચાર આવ્યો, અને શરમથી મુખ રાતું થઈ ગયું. તેને સહજ હસવું આવ્યું. આ ઘેલછા શી ? મારે અને સનાતનને શું ? તે મનમાં બોલી, અને અચાનક નીચે ટપાલીએ તેના નામનો ઉચ્ચાર કર્યો.

તે ચમકી, કંપી ઊઠી, છતાં નીચે ઉતાવળી દોડી. ઉતાવળમાં તેના ઘૂંટણમાં એક ખુરશી જોરથી અથડાઈ, પણ તે વખતે તેને કશું લાગ્યું નહિ. ઉપર કોઈ જાણે તે પહેલાં, પોતાનો કાગળ છાનોમાનો વાંચી લઈ સંતાડી