પૃષ્ઠ:Patra Lalsa.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
છઠ્ઠી આવૃત્તિના પુનર્મુદ્રણ વખતે

મુ. ભાઈસાહેબની આ એક શરૂઆતની નવલકથા. હજી વંચાયે જાય છે અને પુનર્મુદ્રણ પામતી જાય છે એ જાણી હર્ષ થાય છે.

"જયકુટીર, ટાઈકલવાડી રોડ,
મુંબઈ-૧૬, તા. ૮-૧૨-૭૬
અક્ષયકુમાર ર. દેસાઈ
 


પાંચમી આવૃત્તિની પ્રસ્તાવના

'પત્રલાલસા' હજી પણ રસપૂર્વક વંચાયે જાય છે અને પુનર્મુદ્રણ પામે છે એ આનંદની વાત છે. વાચકો અને પ્રકાશકોનો આભાર.

"જયકુટીર, ટાઈકલવાડી રોડ,
મુંબઈ-૧૬, તા. ૮-૬-૬૧
અક્ષયકુમાર ર. દેસાઈ
 


ચોથી આવૃત્તિની પ્રસ્તાવના

'પત્રલાલસા’ ચોથી આવૃત્તિ પામે છે તે સમયે કાંઈ વધારે લખવા જેવું હોય તો તે એટલું જ કે મારી આઠેક નવલકથાઓ હિંદીમાં અનુવાદ પામી છે અને 'પત્રલાલસા' તો 'કલ્કિ' નામના તામીલ પત્રમાં મનોરમાનું નામ ધારણ કરી દક્ષિણ હિંદમાં પણ ઊતરી છે.

'કૈલાસ', મદનઝાંપા રોડ,
વડોદરા, તા. ૧૧-૧-'પ૪
રમણલાલ વ. દેસાઈ
 



ત્રીજી આવૃત્તિની પ્રસ્તાવના

'પત્રલાલસા' ત્રીજી આવૃત્તિ પામે છે. એ સિવાય પ્રસ્તાવનામાં મારે નોંધવાનું કશું રહેતું નથી.

'કૈલાસ', મદનઝાંપા રોડ,
વડોદરા, તા. ૨૪-3-'૫૧
રમણલાલ વ. દેસાઈ