પૃષ્ઠ:Patra Lalsa.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮ : પત્રલાલસા
 

નોકર કાંઈ પણ બોલ્યા વિના અંદર ગયો. રફીકને બરાબર રસી સાથે બાંધી દીધો હતો. ફક્ત સળગાવવાની જ વાર હતી.

મેના અને સનાતન થરથર કાંપવા લાગ્યાં. તેમનો કંપ સહુ કોઈને જણાઈ આવે એવો હતો.

ચિતરંજન શાંતિથી તેલની રાહ જોઈ ઊભો.