પૃષ્ઠ:Patra Lalsa.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અકસ્માતનાં પરિણામ : ૮૩
 

જઈશ.’

'આપને હરકત નહિ પડે ! કદાચ આપના જેટલી સગવડ અમારે ત્યાં નહિ હોય અગર એટલાં માણસો નહિ હોય પણ...'

વ્યોમેશચંદ્રને લાગ્યું કે તેણે ભૂલથી આ સન્નારીના હૃદયનું મર્મસ્થાન વીંધ્યું હતું. તે દિલગીર થયો અને વાત સુધારવા માંડ્યો.

‘એમ નહિ. આપને ત્યાં તો મને વધારે જ ફાવે ! પણ છોકરાંને અડચણ લાગ્યા કરે. અને ઘરમાં મારી હાજરી ન હોય તો બધી અવ્યવસ્થા થઈ રહે ! અને તમે ક્યાં દૂર છો ! તમારા વગર ક્યાં ચાલવાનું છે ?'

વ્યોમેશચંદ્રે આવા શરીરે વધારે વાતચીત કરવી એ નંદકુંવરને વાસ્તવિક ન લાગ્યું. મંજરી હજી વ્યોમેશચંદ્રની પાસે જ ઊભી રહી હતી. તેના સામું જોવું તેમને ઘણું ગમતું હતું. તેમને આ અકસ્માતનું પણ કારણ હવે જડ્યું. દીનાનાથ રાહ ન જુએ એ માટે નહિ પણ એ બહાને મંજરીને જોવા ખાતર તેઓ અહીં આવ્યા હતા. તેમને લાગ્યું કે ભલે અકસ્માત થયો ! મંજરીની હાજરી અને સારવારથી તેઓ પોતાનું અડધું દુઃખ ભૂલી ગયા હતા, અને લોકોની મેદનીમાં મંજરીના સામું તેમનાથી બહુ જોવાય એમ નહોતું, છતાં પણ તે પાસે ઊભી રહી છે એ ખ્યાલથી તેઓ જાણે ગુલાબનાં ફૂલની ઘટામાં ઊભા હોય એવો ભાસ થતો. પરંતુ હવે ઘેર ગયા સિવાય ચાલે એમ નહોતું. નંદકુંવરને ત્યાં જવું એ મૂર્ખાઈની પરિસીમા હતી એટલે તેમને એક પલંગ ઉપર સુવાડી બહુ કાળજીથી ઘેર લઈ જવામાં આવ્યા.

મંજરી અને નંદકુંવર પણ મેદની બહાર નીકળ્યાં. જૂના પ્રતિષ્ઠિત કુટુંબની સ્ત્રીઓને યોગ્ય માન આપવું લોકો ભૂલતા નથી. તેમણે મર્યાદાથી બંને સ્ત્રીઓને માર્ગ આપ્યો અને તેઓ ઘર પહોંચ્યાં.

એટલામાં દીનાનાથ બહારથી આવી જુએ છે તો ચોગાનમાંથી માણસો વેરાતાં નજરે પડ્યાં. નાનાં નાનાં ટોળાં મળી લોકો વીખરાતા હતા. આછો આછો થઈ જતો કોલાહલ કાંઈક ભારે બનાવ બન્યાની સાક્ષી પૂરતો હતો. કાંઈ મારામારી થઈ હશે એમ પ્રથમ દીનાનાથને ખ્યાલ આવ્યો. લોકોએ તેમને ઓળખી નમસ્કાર કરવા માંડ્યા.

“શું થયું, ભાઈ ?' એક જણને તેમણે પૂછ્યું. . 'પેલા જાગીરદારને વાગ્યું.' તેણે જવાબ આપ્યો.

'કોને ? વ્યોમેશચંદ્રને ?'

'હા, જી.'

દીનાનાથને ધ્રાસ્કો પડ્યો. પૈસાદાર માણસોની જિંદગી હંમેશા