પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


અવલ દરજ્જે જરૂરી બનશે. ભારતીય અને બ્રહ્મદેશી પ્રજાઓની વચ્ચે એવી સાંસ્કૃતિક તદ્રુપતાનું જેમાં સંવેદન છે એવી આ વાર્તા આપણાં ભારતીય ભાઈબહેનોનું, બ્રહ્મદેશ ખાતેના પુનઃપ્રયાણ વખતે, આત્મિક ભાતું બનો; બર્મા જનારાં હિંદવાનોને પોતાની એ પોષક-પાલક ભૂ-માતા પ્રત્યે મમત્વ જન્મો, બ્રહ્મદેશી માનવતામાં ભારતીય માનવતાનું એકરસ સંમિશ્રણ બની રહો, એવી આ લેખકની આશિષો છે.

બોટાદ: 16-11-1945