પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


ધણી ત્યાગી કરીને અદૃશ્ય થઈ ગયો છે, જામનગરમાં તો દિવસ આથમ્યા પછી શેરીઓમાં પણ જાય નહીં, પોતાના શહેરના સ્ટેશનમાં પણ જેણે વર્ષોથી પગ મૂક્યો નહીં હોય, એવી શારદુ કહે છે કે 'ચાલ ને ત્યારે ભાઈ પાસે થતી જાઉં!'

"તું તો શરીરે નરવો લાગછ, કાં ભૈલા ! ઘણું ગજું કરી ગયો હો શિવ ! મેં તો સાત વર્ષે દીઠો, તું મને ઓળખી ગયો ખરું? મેં તો ધારેલું કે તું બે ઘડી ગેંગેં ફેંફેં કરીશ ને હું તને છળીશ. આંહીં નોકરી છે ને! સારું. સારું. ભાઈ! બધું સરસ છે રંગૂન તો રૂપાળું છે, અમારે નગરના કરતાં પહોળા રસ્તા. પાણી પીધું તે તો બહુ મીઠું લાગ્યું, હો શિવ! હું તો પીતાં ધરાતી જ નથી, આંહીં આવી ત્યાં તો ફરી તરસી થઈ ગઈ!"

"લે મંગાવી દઉં." એમ કહી શિવશંકર પાસે ઊભેલા કૌતુકમગ્ન મજૂરને અંદર બાસામાં પાણી લેવા મોકલ્યો. બાઈ કહે: "ના રે ના. હવે ઘેર જઈને વાત. કેટલુંક છેટું છે? કોઈને મારી જોડે મોકલને. હું મારી જાણે જઈશ. તું તારે છો કામ કરતો."

"ના ના! હું આવું છું." એમ કહેતો શિવશંકર પાછો અંદર ઑફિસમાં ગયો.

કમ્પાઉન્ડ વળોટતાં તો એની કાંધ પર વિચારની થપ્પીઓ ચડી બેઠી : આ બહેન ક્યાંથી આવી ચડી હશે? એને ઘેર લઈ જઈશ તો શું થશે? બર્મી પત્નીના તો બાર જ વાગી જવાના. આ શારદુ. મારી એકની એક મોટી બહેન, પરાણાવેલી ત્યાં દુઃખી થયેલી, એ મારી બર્મી સ્ત્રીને શે પાલવશે? પોતાનું તો બગડ્યું, તે હવે મારું બગાડવા શીદ આવી? દેશમાં ગયેલા પેલા મારા ન્યાતીલાઓએ ઇરાદાપૂર્વક જ મારું ઘર ભાંગવા આંહીં બહેનનું આક્રમણ મોકલ્યું લાગે છે. માંડ માંડ માળો કરીને બેઠો ત્યાં કાળી નાગણ-શી આવી!

રજા લઈ, ચોપડા ઠેકાણે મૂકી, એ પાછો દરવાજે ગયો ત્યારે શારદુની સામે ચાર-પાંચ બ્રહ્મી મજૂરણો ઊભી હતી. બહેન અને એ