પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


"આપનાં નામ ક્યા?" શારદુએ માંડ પૂછ્યું.

"રાતકો બતાઉંગી."

રાત પડી એટલે શારદુને હાથ ઝાલી બહાર ખુલ્લા ગગન હેઠળ લઈ જઈ આ સ્ત્રીએ ચંદર બતાવ્યો: "જો ઇસકા નામ વહ મેરા નામ."

"ક્યા?"

"મા-હ્‌લા. હ્‌લા બોલનેસે ચાંદ. મા બોલનેસે બહિન."

"ચંદ્રા? ચંદ્રિકા? ચંદાબહેન?"

"હાં અબ આપકા નામ બતલાઈએ."

"શારદુ. જે ઋતુમેં તુમ - ચંદ્રિકા - સરસ લગો તે ઋતુવાલી અમ શારદુ : વાદળ વિનાની સ્વચ્છ-સુંદર - " શારદુ ચોખ્ખું આકાશ બતાવવા લાગી.

"હાં-હાં-હાં-હાં-" મા-હ્‌લા ખૂબ ખૂલ હસી પડી.

શારદુ અને ચંદ્રા એકબીજાને લડાવવા લાગ્યાં.


૨૧

ભાભીનાં તોફાન

"તમારે માટે આંહીં ઘરાકી ફાટી નીકળે તેમ છે. માલ લઈને વેળાસર આવો. વળી રોટલીનો ગોળાકાર પણ હવે તો તમે કદી ન ધારો એવો સંપૂર્ણ નીકળવા લાગ્યો છે."

આવું નિમંત્રણ શિવે રતુભાઈને પીમના મોકલ્યું. રતુભાઈ ખનાન-ટો આવ્યો અને મા-હ્‌લાને નમન કરી કહ્યું : "કેમ અમા ! પૈસાનો જબરો સંઘરો કર્યો લાગે છે?" 'અમા' એટલે મોટી બહેન.

"અકો એ....! ચુનૌરો પઈસારો ના મલેબુ." (પૈસાને તો ભાઈ સંગ્રહવાનું અમે જાણતા જ નથી.) એ બ્રહ્મી જીવનના મંત્ર સરીખું