પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૧૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હિંદમાં એક સ્ટેશને પેસેંજર ટ્રેન આવીને એક પાટા પર ઊભી હતી. બીજી એક ટ્રેન આવીને પછવાડેના પાટા પર થંભી. એ લશ્કરી ટ્રેન હતી. એના ડબાઓ ઉપર રેડ ક્રોસના બિલ્લા ચીતરેલા હતા. એમાં લશ્કરી દરદીઓ હતા.

આ લશ્કરી હૉસ્પિટલ-ટ્રેનના એક ડબામાં બે જણા બેઠા હતા. તેમનાં માથાં, છાતી, હાથ, ખંભા સફેદ પાટામાં લપેટાયેલ હતાં.

સામે ઊભેલ પેસેંજર ટ્રેનના ડબામાં આ બેઉની દૃષ્ટિ ચોંટી રહી. બંની આંખો વડે સામસામી ચેષ્ટા કરી. પછી તેમાંના એકે બારી બહાર ડોકાઈને જોઈ લીધું કે નીચે ઊભેલ સંત્રીનું ધ્યાન બીજી બાજુ હતું; એણે સામા ડબાના કોઈક પેસેંજર પ્રત્યે ધીરો અવાજ કર્યો: "બાબુ!... બાબુલે!... ડૉક્ટર બાબુ ! લતુબાબુ!"

તાજેતરમાં જ પોતે ત્યજેલી પ્રેમભૂમિનો એ પરિચિત સૂર કાને પડતાં જ પેસેંજર ટ્રેનના બે હિંદી યુવાનોએ ચમકી ચોમેર જોયું. પલભર તો ભણકારા વાગ્યા: જાણે સોનાં-કાકી સ્વપ્નમાં બોલાવી રહી છે.

પછી તેમણે ફરી વાર શબ્દ સંભળાતાં સામેના ડબા તરફ નજર ઠેરવી, પાટાપિંડીમાં જકડાયેલા એ બે જણા એકદમ ઓળખાયા નહીં, એટલે એમાંના એકનો જમણો હાથ ઊંચો થયો.

પણ હાથ ટૂંકો હતો; હોય તેથી અરધો જ હતો. એને પંજાને બદલે ઠૂંઠી કોણી જ હતી. બૅન્ડેજ બાંધેલી એ કોણી ઊંંચી થઈને એ માણસને કપાળે અડકી.

એ સલામ કરતો હતો. એ સલામ ભયંકર હતી. એકાએક એ દેખીને રતુભાઈના મોંમાંથી ચિચિયારી ઊઠી.

"માંઉ-માંઉ !

જવાબમાં સામા માણસે ડોકું હલાવ્યું, ને કહ્યું : "ઓળખ્યો ખરો !"

બીજા માણસે રતુભાઈ સામે પોતાનો હાથ નહીં, કોણી પણ નહિં, પણ જમણો પગ કપાળ સુધી ઊંચો કરી સલામ ભરી કહ્યું: "મને