લખાણ પર જાઓ

પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


ને કાચો, વગર શેક્યો ખાઈ જવા તૈયાર બેઠી છે ! તમારી ધાનીયે જરૂર નપ્ડે તેવી એની જીભ છે,"

યુવકે ઊઠી સન્માન દીધું. એ હતાં હેમકુંવર. યુવકે મોં મલકાવ્યું અને કહ્યું, "અમે બ્રહ્મીઓ પરણેલ સ્ત્રીની હાંસી કરતા નથી. અને ધાનો ડર આપ રાખશો નહીં."

"મેં તો બહુ સાંભળ્યું છે."

"નહીં, ધાને અમે ફક્ત એક જ વાર તસ્દી આપીએ છીએ. કોઈક અમારી સાથે કલી કમા (દગલબાજી) રમે છે ત્યારે જ."

એ નિખાલસ યુવકને દાક્તરે પાછો પોતાની જ મોટરમાં વિદાય કર્યો, અને પ્રભુમાં કદી ન માનવા છતાં એણે પ્રાર્થના કરી કે "હે ફયા ! આની બહેનને આરામ કરજો ! નહીંતર ક્યાંઈક દવામાં દગલબાજી સમજીને એ ધા ઉપાડતો ધસી આવશે.!"


વધુ ઓળખાણ

બ્રહ્મદેશમાં ડૉ. નૌતમ પહેલી જ વાર આવતા હતા તે છતાં પત્નીને જલદી તેડાવી હતી તેનું કારણ હતું. આ પ્રદેશના ગુજરાતીઓએ જ એમને સારી પ્રૅક્ટીસનું વચન આપીને રાજકોટથી તેડાવ્યા હતા. વળી હેમકુંવરબેનને પણ ખબર હતી કે બ્રહ્મદેશ એ તો જૂની વાર્તાઓ માંહેલો મશહૂર કામરૂ દેશ છે. ત્યાંની કામરૂ ત્રિયાઓ હજુ પણ્ પતિને પગે દોરો મંત્રી પોપટ કાં ઘેટો બનાવી દેશે એ વાતની એમને ધાસ્તી હતી. પોતે સત્વર આવવાની હઠ પકડી હતી. ઉપરાંત બાળકનો બોજો નહોતો. ફાવશે તો રહેશું નહીંતર ફરી તો આવશું, એ ગણતરીથી પોતે બ્રહ્મદેશ ખેડ્યો હતો.