પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બિલ્લીપગા બન્યા હતા. આખી સરકારને એણે હંફાવી હતી. કોઈ એ બિલ્લીપગાને પકડી નહોતા શકતા. ખબર છે?"

"અરે છોકરી ! એનું નામ અહીં ન ઉચ્ચાર. ગવરમેન્ટ અમારા ચાંઉ ચૂંથી નાખશે."

"ઠીક, તો કંઈ નહીં, ઠોં પેલાયબા." (એક ચૂનાની મંતરેલી ગોળી આને ખવરાવો કે જેથી આ વહાલું બાળક એવું વીર બને કે તેને કોઈની ધા ન લાગે.)

એમ વાત કરતી હતી તે વખતે પાછળથી એના બરડા પર કાંઇક સંચાર થયો. કટ એવો અવાજ થયો : પાછી ફરીને જુએ છે તો એક બીજો ફુંગી હાથમાં મોટી કાતર લઈને ઊભો હતો ને એ રોષભર્યો તિરસ્કારભર્યો હસતો હતો.

"શું કર્યું ?" કહેતાં નીમ્યાએ પાછળ હાથ ફેરવ્યો, એની એંજી કપાયેલી હતી !

"શરમ નથી આવતી ?" ફુંગી ઠપકો દેવા લાગ્યા. હજુ પણ પરદેશી પાતળાં વાયલ પહેર છ? આ છોકરું કોઈક લોકટોળામાં તારી એંજી પકડીને ઊભું હશે, તો એંજીનો છેડો ફાટી જઈ એના હાથમાં રહેશે, ને તું તો ક્યાંઈ આગળ ચાલી ગઈ હોઇશ ! બર્મી ઓરતો ! પરદેશી પાતળાં વસ્ત્રોને ત્યાગો. ઢો ભમા ! (આપણે બ્રહ્મદેશી છીએ.)"

નીમ્યા ચૂપચાપ લજવાતી ઊઠી ગઈ. બ્રહ્મી સ્ત્રી બીજાં બધાં પાસે સિંહણ સરીખી, પણ ફુંગીઓ આગળ મિયાંની મીની બનતી. કાતર લઈને ફુંગીઓ તેમની એંજીઓ કાપતા. પ્રદર્શનોમાં એવાં ચિત્રો બતાવતાં હતાં કે બ્રહ્મી સ્ત્રી પરી બનીને કોઈ સાથેના પ્યારમાં ઊડી જતી હોય, ને બાળક નીચે ઊભું ઊભું રોતું હોય; એના હાથમાં માની તકલાદી એંજીનો તૂટેલો ટુકડો બાકી રહ્યો હોય; વિદેશી વસ્ત્રોનો બ્રહ્મી બહિષ્કાર આટલી આકરી હદે પહોંચી ગયો હતો.

બાબલાને લઈને એ તો ઉપડી એક ફોટાગ્રાફરને ત્યાં. "મારા બાબલાની જલદી તસવીર પાડી આપો. એવી તસવીર ઉતારો કે જોનાર