પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

10

પ્રેમ-મંત્ર

તુભાઈએ શિવશંકરના ઘર તરફ ઝડપ કરી.

કિકિયારા અને ખૂનરેજીની વચ્ચે થઈને એ ચાલ્યો જતો હતો. છાતી થડક થડક થતી હતી. પણ મોરો સાવજનો રાખીને એ ચાલ્યો.

જેમ શિવશંકરનું ઘર નજીક આવતું ગયું તેમ તેમ એને ફાળ પડતી ગઈ. કિકિયારા એ દિશામાંથી જ આવતા હતા. ટોળાં એ જ લત્તામાં ઘૂમાઘૂમ કરતાં હતાં. જ્યાં જુઓ ત્યાં ધા ઊછળતી હતી. અપ્સરા-ભુવન જેવો બ્રહ્મદેશ નવી સરજાવેલ નરક-શો ભાસતો હતો.

ઘર સામે પહોંચતાં જ રતુભાઈના મોતિયા મરી ગયા. જબરદસ્ત ટોળું ધા ઉછાળતું એ જ બારણે ખડું હતું. બારણાં બહાર ઊભો ઊભો શિવશંકર એ ટોળાના અગ્રણી એક ઝનૂને ટપકતા ફુંગીને હાથ જોડી અંદર પેસતો વારતો હતો.

"હટી જા," ફુંગી ધા હિલોળીને ફરમાવતો હતો: "તારા ઘરમાં જ ગયો છે એ કાકા."

"ફ્યાને ખાતર અટકો. મારી લાજ લો નહીં."

"તોડો, કાપો, આગ લગાવો એના ઘરને. એ આંહીં જ છુપાયાં છે." ટોળું પોતાના ફુંગી પાસે ત્વરિત પગલું માગતું હતું.

રતુભાઈ નજીક જતો હતો. પણ ફુંગીનું મોં જોઈ શકતો ન હતો. ગિરદી ફુંગીને વીંટળી વળીને ખીચોખીચ ઊભી હતી.

કોણ જાણે કેમ, પણ રતુભાઈના કાનને આંખો ફૂટી. એણે અવાજમાં ઓળખાણ ઉકેલી. પણ બોલનાર ફુંગીનું સ્મરણ થયું નહીં.

કાકલૂદી કરતા શિવશંકરને ધકેલી દઈને ફુંગી ઉપર ચડવા ગયો, શિવશંકર ગડથોલું ખાઈ ગયો. એક ક્ષણ - અને ધસારો કરતું ટોળું એને ચગદી નાખત. પણ તે કાંઈ બને તે પૂર્વે આ મેડી પરથી એક યુવાન સ્ત્રી સડસડાટ ઊતરતી - ઊતરતી નહીં, પણ જાણે કે સરકતી