પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


રક્તમાં છે. ફો-સેઈનું નૃત્યમંડળ આંહીં આવ્યું. તો તેના તિન્જામ પ્વે (ઇન્દ્રાણીના નૃત્યનાટક)માં જવાની માંઉએ એને ના પાડી. એના માથા પર થઇને એ તિન્જામ પ્વેમાં આવી હતી. હું પણ ત્યાં ગયો હતો. અમારો મેળાપ ત્યાં થયેલો. તે પછી જ એ આપણી મિલમાં થોડા દિવસ મજૂરી કરી ગઈ. અને અમે ચાવલ સૂકવતાં સૂકવતાં વધુ નિકટ આવ્યાં."

"ત્યારે તો એ ભણેલી છે. એથી કોકડું ગૂંચવાતું નથી ને ?"

"ના, ઊલટું સરલ બને છે."

"નૃત્યમાં જાય છે?"

"હવે નથી જતી."

"કેમ?"

"મેં એની નૃત્ય કરવાની સ્વતંત્રતા કબૂલ રાખી એટલે."

"એ જ ખરો ઉકેલ છે. બંધન ન મૂકો તો આપોઆપ સંતૃપ્ત રહે છે કેટલીક સ્ત્રીઓ."

રાત ત્યાં વિતાવી, વળતા દિવસે હુલ્લડ શાંત પડ્યા પછી જ આ નાનકડો કુટુંબ-મેળો વીખરાયો.


11
ત્રણ દિવસ

મૈઈયા મયુ
ભે મૈઇયા મયુ
લેંઓ નાભા પ્યેભવ ભારેદુ
શાફવે સોંજા

યાંગૂન મયોદુ
(એક બર્મી લોકગીત)