પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"તો બીજે શોધી લ્યો. નવા નવા છો એટલે નાચવું સૂઝે છે. રીઢા થશો એટલે તમે પણ એ જ કરવાના છો."

જુવાન ચાલ્યો ગયો અને શાંતિદાસ શેઠે હિસાબ મૂક્યો. રોકડ માંડ ત્રણ હજાર લઈને પોતે પંદર વર્ષ પર આવ્યા હતા. આજે ચાળીસ-પચાસ લાખના ધણી હતા. પોતાની પ્રામાણિકતાનો અને સોનાંરૂપાંની જાતનો સિક્કો પડતો. પોતાને રોટલાનું કામ હતું, ટપટપનું નહીં. પચાસ-પોણોસો દેશભાઈઓને પોતે નભાવતા, ઉપરાંત કોંગ્રેસના કામમાં હજારોની ભેટ આપતા. માણસ આથી વધુ શું કરી શકે ? પણ ઓલ્યો રતુ બધાને બગાડી રહ્યો છે ! એ હમણાં પીમનામાં આવીને બેઠો છે ને !

માંઉ-પૂ નવી લુંગી, જૂનો કોટ અને નવું ઘાંઉબાંઉ પહેરી ઘેર જતો હતો ત્યારે એને યાદ આવ્યું કે બૈરી હજુ માર્કિટમાં માછલી વેચતી હશે. પોતાના નવા શણગાર બતાવવા એ ત્યાં ગયો અને દૂરથી હર્ષના લલકાર કર્યા. માછલી વેચીને નવરી પડેલી નીમ્યા નળે હાથ ધોઈ કરી સઢોંઉમાંથી 'ભીં' કાઢીને લાંબા વાળ ઓળતી હતી. તેણે પણ સામો હર્ષ લલકાર્યો.

'આજનો લહાવો લીજિયે રે, કાલ કોણે દીઠી છે !' એ મૂગું ગીત બેઉનાં નયણાંમાંથી નીતરતું હતું.

'ચાલ ત્યારે, હુંયે મારાં લેકાંઉ (કંકણ) ને નઘાં(બૂટિયાં) વેચી આવું." પોતાની કાનની બૂટીઓ અને હાથનાં કાંડાં ચંચવાળતે ચંચવાળતે નીમ્યાએ પતિને કહ્યું.

"શા માટે ?"

"ચાવલ લેવા પડશે ને ?"

"ચાવલ તો આપણા ખેતરમાં થયેલા ને ?"

"ગંડુ ! એ તો ખેતર જ આખું ઐયાને ત્યાં મૂક્યું."

"ચાલો ત્યારે."

ઇમિટેશનના નંગે જડેલાં નઘાં અને લેકાંઉ લઈને પાછાં બેઉ જણાં