પૃષ્ઠ:Pratimao.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



['પલકારા'ના નિવેદનમાંથી)

'પ્રતિમાઓ' ની વાર્તાઓનો આધાર નીચે લખ્યાં ચિત્રપટોનો લીધો હતોઃ

જનેતાનું હૃદય
'સિન ઑફ મૅડલીન ક્લૉડૅટ’
 :
પાછલી ગલી
'બૅકસ્ટ્રીટ'
 :
પુત્રનો ખૂની
'ધ મૅન આઈ કિલ્ડ'
 :
એ આવશે
'મૅડમ બટરફ્લાય'
:
આખરે
'ધ સીડ'
 :
મવાલી
'20,000 યર્સ ઈન સિંગ સિંગ'
 :
આત્માનો અસૂર
'ડૉ. જેકિલ ઍન્ડ મિ. હાઈડ'
:
જીવનપ્રદીપ
'સિટીલાઈટ્સ’
:
હાસ્ય: પહેલું અને છેલ્લું
'ધ ક્રાઉડ'
 :


[બીજી આવૃત્તિ]

આ વાર્તાસંગ્રહની નવી આવૃત્તિ થતી જોવા હું ઘણા સમયથી ઉત્સુક હતો. ચિત્રપટના પરદા પરની વાર્તાઓ લેખે આ વાર્તાઓ એક માર્ગદર્શક સ્થંભ (ખાંભા)નું મહત્ત્વ ધરાવે છે, તે ઉપરાંત આપણા લઘુકથાઓના લલિત સાહિત્યમાં પણ એ નિઃશંક સ્થાન મેળવી શકેલી છે.

આવી જ બીજી વાર્તાઓનો મારો સંગ્રહ ‘પલકારા' નામે પ્રકટ થયેલ છે, તે જિજ્ઞાસુઓએ જોઈ જવા જેવો છે.

રાણપુર: 25-5-'42


[ત્રીજી આવૃત્તિ]

આ ચિત્રપટ-કથાઓ ત્રીજી આવૃત્તિમાં પ્રવેશ કરે છે તે વાચક જનતાની પ્રસન્નતા બતાવે છે. મારી કૃતિઓનાં પ્રેમી જનોનો હું ઉપકાર માનું તેટલો ઓછો છે.

અમદાવાદઃ 1946

[6 ]