પૃષ્ઠ:Pratimao.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
92
પ્રતિમાઓ
 

કર્યું.

અને રાતના બે બજે એ યુવાન વિચારે ચડ્યો:

'આ શો ગજબ થયો? મારો દુરાત્મા કેમ જોર પર આવ્યો? મને એ ક્યાં ઘસડી ગયો? મારી પાસે એણે શું કુકર્મ કરાવ્યું? મારે તો પ્રાણપ્રિય મારી પત્ની છે, એના પ્રતિનો પ્યાર મારા સમગ્ર જીવનને વ્યાપ્ત કરી રહ્યો છે, છતાં એને બદલે આ એક જ વાર વિચારમાં સેવેલી ભ્રષ્ટ વારાંગના તરફ હું કેમ ખેંચાયો? આ શું થવા બેઠું? મારો સદાત્મા કેમ કશું બળ કરતો નથી? આ બેઉને જુદા પાડવા જતાં શું અસુર જ બહેકી ઊઠ્યો?

મોટી સમસ્યા એ વિજ્ઞાનીના મન પર ચડી બેઠી. એની નિદ્રા ઊડી ગઈ. મોં ઉપર હાથના પંજા ઢાંકીને એ બેસી રહ્યો.

[4]

રસાયન પી-પીને વારંવાર એ અસુરને બહાર કાઢ્યો. વારંવાર પાછો શમાવ્યો, પણ આત્મસુખની લહેર મળવાને માટે ગુપ્ત ઇંદ્રિયાવેગો જ જોર પકડતા. ઇલ્મ જાણે એળે ગયો હતો. હવે એને એમ પણ લાગવા માંડ્યું હતું કે સદાત્મા-દુરાત્માને છૂટા પાડવાનો આ પ્રયત્ન જ નકામો છે. અંદર ચાલી રહેલો એ બે વચ્ચેનો સંગ્રામ જ ઠીક છે, અથવા કોને ખબર છે કદાચ આ નબળાં-સબળાં બન્ને તત્ત્વોનો માલિક જીવાત્મા એક જ નહીં હોય ! ને એના લેબાસરૂપી મળેલું આ માનવ-શરીર પણ કદાચ ઠીક જ નથી શું? જીવન જેટલું ઢાંક્યું રહે એટલું ઓછું ભયંકર નથી શું? હવે હું આ ઔષધિ પીવાનું છોડી દઉં. હું જે છું તે જ બની રહીશ.

એવી મંગલ મનદશામાં એણે તે દિવસે પોતાના સસરાને ઘેર સંદેશો મોકલ્યો કે આજે સાંજે તો હું તમારે ત્યાં જમીશ. મનમાં હતું કે પ્રિય સહચરીના થોડાક સહવાસે પાછી શુદ્ધ ભાવોનો પરિમલ પામી શકાશે.

એવા શાંતિમય ભાવો ભાવતો આ યુવાન તે દિવસ સાંજરે નદીને કાંઠે લટાર મારતો હતો. આથમણી વાદળીઓમાં ઊતરતો સૂર્ય માળામાં લપાતા ચંડુલ પક્ષી જેવો લાગતો હતો. પસ્તાઈને નિર્મળ બનેલ હૃદયના રંગો જેવા સંધ્યાના રંગો પાંદડાંમાંથી ચળાઈને નદીના પ્રવાહમાં ગળતા