પૃષ્ઠ:Pratimao.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
98
પ્રતિમાઓ
 

એવા જોરથી ઝાલ્યા. ને એ પુકારી ઊઠી: “નહીં, નહીં, નહીં જવા દઉં. તમારું જે દુઃખ હશે તેમાં હું ભાગીદાર બનીશ. મને કહો, એક વાર કહો, એક વાર...”

બહાર નીકળી ગયેલો પુરુષ જ્યારે એ સાસર-ઘરની પાછલી બારીએ આવીને દુઃખમાં ભાંગી પડતો ઊભો રહ્યો, ત્યારે એણે જોયું કે પોતે ત્યજેલી કુમારિકા એના પિયાના ઉપર દેહ ઢાળીને ઊંધે મોંએ પડી છેઃ વાજિંત્રના દબાયેલા પાસા એકસામટું આક્રંદ કરીને ચૂપ થયા છે, પણ કન્યાનું રુદન હજી નથી અટકયું.

‘કેવો ધ્વંસ ?’ પુરુષ, એ કાચ વાટે આ પોતાનું જીવન-કરતૂક જોઈ રહ્યો. ‘આને હું મારી છાની વ્યથા ન કહી શક્યો. મારા કાબૂની બહાર ગયેલા ઈલ્મની એ કથા સાંભળીને, ગામની ગલીએ ગલીએ ગવાતાં મારાં પાપો સાંભળીને એ મને કેવો ધિક્કાર દઈ ઊઠત ! અને મારું ઓચિંતું પલટાતું રૂપ હું એનાથી શી રીતે છુપાવત ? અક્કેક દુષ્ટ ઊર્મિના આંચકા સાથે જ મારો પ્રગટ થતો અસુર આને જીવતી ને જીવતી ભરખી જાત.'

અસ્તાયમાન સૂર્ય જેવો શોભતો એ જુવાન હજુ બારીના કાચ વાટે તાકી રહ્યો હતો. પરિતાપ કરતો કરતો એ થોડી ઘડી થંભ્યો. એની દષ્ટિ જાણે ધીરે ધીરે બદલવા લાગી. એના મનોભાવ આ ઢળેલી યુવતીના રૂપ ઉપર ફરવા લાગ્યા: ભરપૂર માંસલ દેહલતાને અંગે અંગે એની આંખો અડકી રહી. ને એની લાલસા જાગ્રત થઈ. ‘આ સૌંદર્ય ! ઓહ ! સાત વર્ષોથી જેનાં સ્વપ્નાં સેવતો તેને એક વાર પણ મેં ભોગવ્યું નહીં ! ને આજ સામે પડયું છે છતાં ય છોડીને ચાલ્યો જાઉં છું. એ મારું છે છતાં ય...”

આટલો વૃત્તિવેગ નીપજતાં તો રાફડામાંથી જાજડ ભુજંગ જાગે તેમ એના અંગમાંથી અસુર ધસી આવ્યો. દુરાશયે ભયાનક રૂપે દર્શન દીધું; અને એક પલમાં તો એની હિંસા એ બારીના કાચના ભુક્કા બોલાવી, એને અંદર લઈ ગઈ, ઢળેલી કન્યાને એણે આલિંગનમાં ભીંસી. લાલસાની લાય પથરાઈ ગઈ.

ચમકેલી કન્યાએ આ અસુરને દેખતાં જ તીણી ચીસ નાખી. એ